મહારાષ્ટ્રના પાત્રા ચાલ કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને જાણવા મળ્યું છે કે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે ૧૦ પ્લોટ ખરીદવા માટે ચૂકવણી તરીકે ૩ કરોડ રૂપિયા રોકડમાં આપ્યા હતા. ઈડીએ સોમવારે જણાવ્યું હતું કે, પાત્રા ચાલ કૌભાંડમાંથી મળેલા નાણાંનો ઉપયોગ અલીબાગના કિહિમ બીચ પર સ્થિત આ ૧૦ પ્લોટની ખરીદી માટે કરવામાં આવ્યો હતો અને સંજય રાઉતે આ રોકડ પ્રવીણ રાઉતને આપી હતી. પ્રવીણ રાઉતના ગુરૂ આશીષ કન્સ્ટ્રક્શનના ડિરેક્ટર છે અને આ કેસમાં મુખ્ય આરોપી છે.
ઈડીના અધિકારીઓએ મંગળવારે પાત્રા ચાલ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈમાં બે પરિસરોની તપાસ કરી હતી અને જેમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, આ બે પરિસરોમાંથી એક એવા વ્યક્તિનું રહેઠાણ સામેલ છે જેને ફાર્મ એચડીઆઈએલ (હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) પેઢી માટે રોકડ વ્યવહારો કર્યા હતા અને અન્ય પરિસર કંપનીની સાથે સબંધિત છે.
તમને જણાવી દઈએ કે, આ બંને ગોટાળા થયા ત્યારે તેના ડાયરેકટર તરીકે પ્રવીણ રાઉત, સારંગ વધાવન અને રાકેશ વધાવન હતા .પ્રવીણ અને સારંગને ૨૦૨૦માં ઈડીએ પકડયા ત્યારે તેમની પૂછપરછમાં સંજય રાઉત કનેક્શન સામે આવ્યુ હતુ. સાથે જ આ અંગે આ વ્યક્તિને ઈડીઓફિસમાં લાવવામાં આવ્યો હતો અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમનું નિવેદન નોંધવા માટે એજન્સી દ્વારા તેમને ફરીથી બોલાવવામાં આવી શકે છે.
અહેવાલ અનુસાર, આ વ્યક્તિના પરિસરમાં શોધખોળ કર્યા બાદ ઈડીઅધિકારીઓ પાસે લાવવામાં આવ્યો હતો. તે ફોર્મ અને તેની સહાયક ફોર્મ માટે મોટી રકમના રોકડ વ્યવહારો કરતો હતો અને કંપનીઓના ખાતાઓ પણ જાેતો હતો. સાથે જ કેટલાક દસ્તાવેજાે એચડીઆઈએલના અન્ય પરિસરમાંથી પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને જ્યાં મંગળવારે સર્ચ કરવામાં આવ્યું હતું.