ભારતનું રેલ નેટવર્ક વિશ્વમાં ચોથું સૌથી મોટું છે. દરરોજ કરોડો લોકો ટ્રેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચતી વખતે ઘણા સ્ટેશનો પરથી પસાર થાય છે. આમાંના કેટલાક સ્ટેશનો પર ટ્રેન ઉભી રહે છે, જ્યારે ટ્રેન ઘણા સ્ટેશનો પરથી આગળ વધે છે. આજે અમે તમને ભારતના કેટલાક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ટ્રેન ઉભી રહેતા જ મુસાફરોના શ્વાસ અટકી જાય છે. જેના કારણે તેઓ ત્રાસી ગયા છે. કહેવાય છે કે આ સ્ટેશન પર ભૂત-પ્રેત નો છાયો છે.
આ પડછાયાઓ અહીં આવતા મુસાફરોને ખૂબ પરેશાન કરે છે. ભૂતિયા સ્ટેશનોની યાદીમાં પહેલું નામ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈની જંકશનનું આવે છે. આ સ્ટેશન લાંબા સમયથી ભૂતિયા હોવાનું માનવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન પાસે નૈની જેલ આવેલી છે. કહેવાય છે કે આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ આ જેલમાં કેદ હતા. ત્યાં તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમની આત્મા નૈની સ્ટેશન પર ભ્રમણ કરે છે.
નૈની સ્ટેશન ઉપરાંત આંધ્રપ્રદેશના ચિત્તૂર રેલ્વે સ્ટેશનને પણ ભૂતિયા કહેવામાં આવે છે. આજુબાજુમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે, આ સ્ટેશનની આસપાસ સીઆરપીએફ જવાનનું ભૂત ફરે છે. આ યુવકને આ સ્ટેશન પર ટોળાએ એટલો માર માર્યો હતો કે તેનું મોત થયું હતું. ત્યારથી તેનો આત્મા ન્યાય માટે અહીં ભટકે છે. મુંબઈનું મુલુંડ રેલવે સ્ટેશન પણ ભૂતિયા ગણાય છે. આ સ્ટેશન પરથી ઘણા લોકોએ ચીસો અને રડવાનો અવાજ સાંભળ્યો છે. પરંતુ જ્યારે અવાજ તરફ આગળ વધીએ છીએ ત્યારે ત્યાં કોઈ હાજર નથી હોતું.
પશ્ચિમ બંગાળમાં પુરુલિયાના બેગુનકોડોર રેલ્વે સ્ટેશનને પણ ભૂતિયા કહેવામાં આવે છે. આ કારણે સ્ટેશનને ૪૨ વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ તેને ૨૦૦૯માં ખોલવામાં આવ્યું હતું. આ સિવાય હિમાચલ પ્રદેશના બરોગ રેલવે સ્ટેશનને પણ ભૂતિયા કહેવામાં આવે છે. જાે કે આ સ્ટેશન ખૂબ જ સુંદર રેલ માર્ગ માટે જાણીતું છે, પરંતુ કહેવાય છે કે તેને બનાવનાર બ્રિટિશ એન્જિનિયર કર્નલની આત્મા અહીં ફરે છે.