ઉત્તરાખંડના આ મંદિરમાં સદીઓ જૂની પરંપરા તોડી મહિલાઓને બનાવી પૂજારી,પહેલી વખત ભારતમાં ઇતિહાસ સચતો કિસ્સો!!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં સદીઓ જૂની રૂઢિચુસ્ત પ્રથાને સ્થાનિકોએ બદલી નાખી છે.અહીંના એક મંદિરમાં બે મહિલાઓને પૂજારી બનાવવામાં આવી છે. પિથોરાગઢના શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજારીની જવાબદારી મહિલાઓને આપવામાં આવી છે. મંદિરની આ પહેલથી પિથોરાગઢ અને શ્રી કૃષ્ણ મંદિરનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર, પિથોરાગઢના સિકરાની ગામના યોગેશ્વર શ્રી કૃષ્ણ મંદિર સમિતિના પ્રમુખ પિતાંબર અવસ્થીએ એક નવી પરંપરા સ્થાપી છે અને બે મહિલાઓને પૂજારીની જવાબદારી સોંપી છે. પિતાંબર અવસ્થી, જે ભૂતકાળમાં શિક્ષક હતા, તેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. તેમણે વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાવો વગેરે જેવા અનેક અભિયાનોમાં સક્રિય ભૂમિકા ભજવી છે.

મંદિરમાં પૂજારીના પદની જવાબદારી મહિલાઓને આપ્યા બાદ સમિતિના અધ્યક્ષ પિતાંબર અવસ્થીએ કહ્યું કે, “મહિલાઓ તેમના પરિવારની સંભાળ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ નિર્ણય અન્ય લોકો માટે માઈલસ્ટોન સાબિત થશે. પુરૂષો તેમના પરિવાર માટે જે કામ કરે છે તે બાબતમાં મહિલાઓની તુલના ભાગ્યે જ કરી શકે છે. મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે.

મહિલાઓ સનાતન પરંપરાઓને જીવંત રાખી રહી છે, તેમ છતાં તેમને પુરોહિતની જવાબદારી આપવામાં આવતી નથી. એટલા માટે તેઓએ આ મંદિરમાં મહિલા પૂજારીની નિમણૂક કરી છે.”

મંદિરના મુખ્ય પૂજારી મંજુલા અવસ્થીએ જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સ્ત્રી અને પુરુષને સમાન દરજ્જો આપવો ખૂબ જ જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું, “વૈદિક કાળમાં મહિલાઓને ધાર્મિક બાબતોમાં સમાન અધિકારો હતા, પરંતુ બાદમાં તેમની પાસેથી આ અધિકાર છીનવી લેવામાં આવ્યો, હવે ફરીથી તેમને સમાનતા આપવાની જરૂર છે.”

સરકાર વેચવા જઈ રહી છે પોતાની દવા બનાવતી કંપની, કોન્ડોમ બનાવતી કંપની બની શકે છે નવો માલિક, જાણો આખો મામલો

કૃત્રિમ વાદળો કેવી રીતે બને છે, જાણો કેવી રીતે કરાવવામાં આવે છે કુત્રિમ વરસાદ? પ્રદૂષણને રોકી શકે કે નહીં ?

મસ્જિદ અને ગુરુદ્વારા વિશે મનફાવે એમ બોલનાર ભાજપના નેતાને પાર્ટીએ જ હાંકી કાઢ્યા, રાજનીતિમાં હાહાકાર

મંદિરમાં સહાયક પૂજારીના પદ પર રહેલા સુમન બિષ્ટનું કહેવું છે કે તેઓ પણ આ નિર્ણયથી ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું, “ધાર્મિક ક્ષેત્રે રૂઢિપ્રયોગોને કારણે સમાન દરજ્જો પ્રાપ્ત કરી શકાયો નથી.” શ્રી કૃષ્ણ મંદિરમાં તે લોકોની નિમણૂકને એક ક્રાંતિકારી પહેલ પણ કહી શકાય.”


Share this Article