દિયા કુમારી જયપુરની રાજકુમારી છે, જે ઘણી ફેમસ છે. તે જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ II ની પૌત્રી છે, જેઓ મોટી વારસાના માલિક છે. રાજવી પરિવારથી રાજકારણ સુધીની સફર ઘણી સારી રહી છે. તે અવારનવાર પોતાની ટિપ્પણીઓને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં રાજકુમારી એક ચર્ચાને કારણે હેડલાઇન્સમાં આવી છે. રાજકુમારી દિયા દાવો કરે છે કે તાજમહેલ તેમના પરિવારની જમીન પર બાંધવામાં આવ્યો હતો અને શાહજહાં દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને રાજસમંદના સાંસદ પણ છે.
તેમનો જન્મ 30 જાન્યુઆરી 1971ના રોજ રાજસ્થાનના જયપુરમાં ભવાની સિંહ અને પદ્મિની દેવીના ઘરે થયો હતો, જેઓ એક પ્રતિષ્ઠિત ભારતીય સૈન્ય અધિકારી અને હોટેલિયર હતા. તેણીએ નવી દિલ્હીની મોડર્ન સ્કૂલથી મુંબઈની જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ અને છેલ્લે જયપુરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમની પાસે આર્ટમાં ડિપ્લોમા ડિગ્રી છે.
ઉલ્લેખનીય છે કે, 10 સપ્ટેમ્બર 2013ના રોજ રાજકુમારી દિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. કુમારીએ 2013ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સવાઈ માધોપુરથી ભાજપના ઉમેદવાર તરીકે લડી હતી અને સફળતાપૂર્વક વિધાનસભાના સભ્ય (એમએલએ)નું પદ મેળવ્યું હતું. 2019માં રાજસમંદ લોકસભા માટે ચૂંટાયા હતા.
ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત
ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી
બિઝનેસ ઇનસાઇડર અનુસાર, રાજવંશના મહારાજા, પદ્મનાભ સિંહ હાલમાં 23 વર્ષના છે અને તેમની કુલ સંપત્તિ $697 મિલિયનથી $855 મિલિયન છે. રાજવી પરિવારની સંપત્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેમની પાસે કુલ 2.8 બિલિયન ડોલરની સંપત્તિ છે. રાજવી પરિવાર પાસે આલીશાન હવેલી અને ફાઇવ સ્ટાર હોટેલ છે. રાજવી પરિવાર પાસે અનેક લક્ઝરી વાહનો છે. આ સિવાય રાજકુમારી પાસે ઘણી અમૂલ્ય વસ્તુઓ છે, જેની કિંમતનો અંદાજ લગાવી શકાય તેમ નથી.