મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને આજે એક માઠા સમાચાર આવ્યા છે. આજે ખાદ્યતેલોમાં તોતિંગ ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સીંગતેલમાં એક જ દિવસમાં રૂપિયા ૩૦નો ભાવ વધારો ઝીંકાયો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા ૩૫ નો વધારો કરાયો છે અને પામતેલમાં રૂપિયા ૨૫નો ભાવ વધારો કરાયો છે.
ખાદ્યતેલોમાં ભાવવધારો થતા સીંગતેલમાં એક જ દિવસમાં રૂપિયા ૩૦નો ભાવ વધારો કરાતા સીંગતેલનો ડબ્બો રૂપિયા ૨૭૫૦ એ પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા ૩૫ નો વધારો થતા કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા ૨૫૦૦ એ પહોંચ્યો છે. પામતેલમાં રૂપિયા ૨૫નો ભાવ વધારો થતાં પામતેલના ડબ્બોનો ભાવ ૧૯૨૫ થી ૧૯૩૦ સુધી પહોંચ્યો છે. કેન્દ્ર સરકારની તેલો ભાવ રાહતની સૂચના પછી ખાદ્યતેલોમાં રૂપિયા ૧૫ થી ૩૫નો ભાવ વધારો કરાયો છે.
જ્યારે સનફલાવર, કોર્ન ઓઇલ અને વનસ્પતિ ઘી સહિતના ભાવ યથાવત રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જાેવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજાેમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જાેખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.