આજકાલ અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોને પોતાની જિંદગી ગુમાવવી પડે છે. ત્યારે આંધ્રપ્રદેશના ચિતૂરમાં શનિવારે મોડીરાત્રે એક બસ દુર્ઘટનામાં ૭ લોકોના કમકમાટીભર્યા મોત થયા, જ્યારે ૪૫થી વધુ લોકો ઘાયલ થયા. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના તિરૂપતિથી ૨૫ કિલોમીટર દૂર બકરાપેટામાં બની. નજરે જાેનારાઓના મતે, ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી. એસપી તિરુપતિએ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવ્યું છે કે આ બસ સગાઈ સમારોહમાં જઈ રહી હતી. રિપોર્ટના મતે, આ અકસ્માત શનિવારે મોડીસાંજે તિરૂપતિથી લગભગ ૨૫ કિલોમીટર દુર ચંદ્રગિરી મંડળમાં બકરાપેટ વિસ્તારમાં બન્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો ભેગા થઈ ગયા હતા, તેમણે તાત્કાલિક પોલીસને આ દુર્ઘટના વિશે માહિતી આપી અને રેસ્ક્યૂ ટીમ પહોંચે ત્યાં સુધીમાં જાતે રાહત કાર્યમાં જાેડાઈ ગયા હતા.
થોડી વારમાં પોલીસ અને તંત્રની ટીમ સાથે રેસ્ક્યૂ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે રાતના અંધારું હોવાના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી. એવામાં રવિવાર સવાર થતાં જ રેસ્ક્યૂ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ શરૂ કર્યાના થોડીક જ મીનિટોમાં ૭ લોકોના મૃતદેહ અને ૪૫ લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ગંભીર રૂપથી ઘાયલોને હાયર સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા.
પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બસ એક સગાઈ સમારોહમાં જઈ રહી હતી. તમામ લોકોને તે કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. પરંતુ ડ્રાઈવરની લાપરવાહીના કારણે બસ ભેખડ સાથે અથડાઈ અને પછી ખાઈમાં પડી હતી.