10 કરોડ ગ્રાહકોને મળશે 400 રૂપિયા સસ્તામાં ગેસ સિલિન્ડર, તપાસો તમારું નામ યાદીમાં છે કે નહીં, બાકી નહીં મળે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

LPG Gas Cylinder Price: મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ડુંગળી પર સબસિડી વગરની ડ્યૂટી લગાવ્યા બાદ હવે સરકારે ગેસ સિલિન્ડર (gas cylinder) પર મોટો કાપ મૂક્યો છે. સરકારના આ નિર્ણય બાદ હવે તમામ ઘરેલુ ગ્રાહકોને 200 રૂપિયા સસ્તો સિલિન્ડર મળશે. અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી, જે ઘટીને 903 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ઉજ્જવલા યોજના હેઠળ સરકાર 75 લાખ નવા એલપીજી કનેક્શન (LPG connection) મફતમાં આપશે.

 

 

સિલિન્ડર 903 રૂપિયા થઈ ગયો છે

સરકારના આ પગલાને ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં તમામ લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાણકારી આપી હતી. આ નિર્ણય બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ છે.

 

400નો લાભ કોને મળશે?

સરકાર દ્વારા સિલિન્ડર પર 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાનો લાભ મળશે. સરકાર દ્વારા તેમને પહેલેથી જ ૨૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી હતી. જેમ કે, સિલિન્ડર તેની કિંમત 903 રૂપિયા હતી. પરંતુ હવે તેમને 200 રૂપિયા સસ્તા મળશે. એટલે કે ઉજ્જવલા લાભાર્થીઓને હવે 703 રૂપિયામાં સિલિન્ડર મળશે. ઠાકુરે કહ્યું કે આ પહેલનો હેતુ પરિવારોને રાહત આપવાનો છે.

 

 

સસ્તામાં આ એક કામ પતાવી નાખો એટલે જંજટ પૂરી! પછી દર મહિને લાઈટ બિલ ઝીરો જ આવશે, સરકાર પણ સપોર્ટ કરશે

LPG સિલિન્ડરમાં 200 રૃપિયાનો ઘટાડો એ ગરીબોને રક્ષાબંધનની ભેટ છે કે પછી ચૂંટણીની માયાજાળ છે? આંકડાથી સમજો આખું ગણિત

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં હજુ વરસાદની કોઈ જ શક્યતા નથી, ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર મહિનો પર કોરેકોરો જ જશે

 

75 લાખ પરિવારોને ઉજ્જવલા કનેક્શન આપ્યા બાદ નવા લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે. મધ્યપ્રદેશમાં સરકારે સત્તામાં આવશે તો 500 રૂપિયામાં એલપીજી આપવાનું વચન આપ્યું છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ આ જ ભાવે એલપીજી આપી રહી છે. બંને રાજ્યોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી થવાની છે. જો કે ઠાકુરે આ નિર્ણયને ચૂંટણી સાથે જોડવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે ઓણમ અને રક્ષાબંધનના અવસર પર મહિલાઓને મોદી સરકાર તરફથી આ ભેટ છે.

 

 

 

 


Share this Article