નોઈડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોઈડામાં એક એવો સમાજ છે, જ્યાં અપરિણીત છોકરીઓ અને છોકરાઓએ રહેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. નોઈડાના સેક્ટર-52 સ્થિત અરવલી એપાર્ટમેન્ટના આરડબ્લ્યુએએ આ અંગે એક પત્ર જારી કર્યો છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સોસાયટીમાં બેચલર છોકરા-છોકરીઓની એન્ટ્રી થશે નહીં. જાણો શું છે આખો મામલો.
RWAએ કારણ જણાવ્યું
એક અહેવાલ અનુસાર, અરવલી એપાર્ટમેન્ટ્સના RWA પ્રમુખ ઓપી યાદવે જણાવ્યું હતું કે બીજેપી નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટનું થોડા દિવસો પહેલા ગોવામાં અવસાન થયું હતું. ગોવા પોલીસ હાલમાં જ તેની તપાસ કરવા નોઈડા આવી હતી. વાસ્તવમાં સોનાલી ફોગાટનું પણ નોઈડામાં ઘર છે. જેને લઇ ગોવા પોલીસ તપાસમાં આવી હતી.
RWA એ 2 નિયમો બનાવ્યા
આ સિવાય પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે રહેવાસીઓ ભયભીત છે, એમ તેમણે જણાવ્યું હતું. જેના કારણે RWAએ 2 નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ એ છે કે સોસાયટીમાં બેચલર છોકરા-છોકરીઓ નહીં રહે. બીજો નિયમ એવો છે કે જે પણ આ સોસાયટીમાં રહેવા આવશે, તેનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.