અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ મલાઈકા અરોરા સાથે હાજર વ્યક્તિ છે. વીડિયોમાં મલાઈકા અરોરા પીએમ મોદીના લુકલાઈક સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે. શરૂઆતની ઝલકમાં બધાને લાગે છે કે આ વીડિયો મલાઈકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે.
https://www.instagram.com/p/CliHww0jgwL/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
વાઈરલ ભિયાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મલાઈકા અરોરા પીએમ નરેન્દ્ર મોદીના લુકલાઈક સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે કે પહેલી ઝલકમાં તે પીએમ મોદી જ લાગે છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે મલાઈકા અસલી પીએમને મળી શકે છે, તો નકલી કેમ? બીજી તરફ, કેટલાક લોકોએ અભિનેત્રીના વખાણ કર્યા છે કે તે પીએમ મોદીના દેખાવ સાથે કેટલી સરળ રીતે વાત કરી રહી છે.
આ દિવસોમાં મલાઈકા અરોરા તેના અપકમિંગ શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ને લઈને ચર્ચામાં છે. આ શો 5 ડિસેમ્બરથી શરૂ થશે, જેને દર્શકો Disney + Hotstar પર જોઈ શકશે.
આ શોમાં મલાઈકા અરોરાના મિત્રો અને પરિવારના સભ્યો પણ મહેમાન તરીકે જોવા મળશે અને તેના રહસ્યો જાહેર કરશે. આ શોની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી.