બીજેપી સાંસદ અને વિદ્યાધર નગરના ઉમેદવાર રાજકુમારી દિયા કુમારી જંગી બહુમતીથી જીત્યા, કહ્યું- હજુ ઘણું કામ બાકી છે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Politics News: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં અત્યાર સુધીની મતગણતરીનાં વલણો અનુસાર ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે રાજસ્થાનની ઝાલરાપાટન બેઠક પરથી ચૂંટણી જીતી છે. જ્યારે બીજેપી સાંસદ અને વિદ્યાધર નગરના ઉમેદવાર રાજકુમારી દિયા કુમારી જંગી બહુમતીથી જીત્યા છે.

દિયા કુમારીએ કહ્યું, “કાર્યકરોમાં ઘણો ઉત્સાહ છે. જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, તેમના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જીત્યા છે. આ જીત અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે.” મતલબ કે જનતાને અમારા કામમાં વિશ્વાસ છે.જયપુરની જનતાએ જયપુરની દીકરીને જીત અપાવી છે.

ભાજપ, કોંગ્રેસ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટર…. બધા જ ખુશખુશાલ, 41 મજૂરોનો જીવ બચ્યા બાદ સૌએ રાજીપો વ્યક્ત કર્યો!

મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??

12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે

હજુ ઘણું કામ કરવાનું બાકી છે

રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાના સવાલ પર દિયા કુમારીએ કહ્યું કે, કાર્યકર્તાઓમાં ખુશી છે, તેથી જ તેઓ આવું કહી રહ્યા છે. મારી ઈચ્છા છે કે અહીં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. પાર્ટી જે કામ આપશે તે કરીશ. હિન્દુત્વના મુદ્દે ઘણું કામ થયું છે. કોંગ્રેસે ચોક્કસ સમુદાયને ઘણી સુવિધાઓ આપી અને હિંદુ સમુદાયને તહેવારો પણ ઉજવવા દીધા નહીં.


Share this Article