Indian Celebrities And Their Cars: ભારતમાં ઇલેક્ટ્રિક કાર ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ભારત સરકારનું ધ્યાન અને ઘણા રાજ્યોમાં સબસિડીના કારણે તેમને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. ટાટા અને હ્યુન્ડાઈ જેવી દેશમાં સસ્તી કાર બનાવતી કંપનીઓ ઉપરાંત, મર્સિડીઝ-બેન્ઝ અને ઓડી જેવી લક્ઝરી કાર નિર્માતા કંપનીઓ પણ ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ કરી રહી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, ભારતના કરોડપતિ સેલિબ્રિટીઓ પણ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરે છે. અહીં અમે તમારા માટે વિરાટ કોહલીથી લઈને મુકેશ અંબાણી સુધીની ઇલેક્ટ્રિક કારનું કલેક્શન લઈને આવ્યા છીએ.
મુકેશ અંબાણીઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પાસે વાદળી રંગની ટેસ્લા મોડલ S 100D (Tesla Model S 100D) છે. તેણે આ કાર આયાત કરી હતી. તે ઈલેક્ટ્રિક સેડાનના હાઈ-પરફોર્મન્સ વેરિઅન્ટમાંનું એક છે. તેમાં 100kWhની બેટરી છે, જે સંપૂર્ણ 504 કિમી ચાલી શકે છે. કારની ટોપ સ્પીડ 250 kmph છે.
એમએસ ધોનીઃ અનુભવી ક્રિકેટર એમએસ ધોની પાસે ઘણી આધુનિક અને વિન્ટેજ કારોનું કલેક્શન છે. તાજેતરમાં તેણે Kia EV6 ખરીદી, જે તેના કાર કલેક્શનમાં પ્રથમ ઇલેક્ટ્રિક મોડલ છે. તેની કિંમત 59.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
વિરાટ કોહલીઃ વિરાટ કોહલી પાસે બે-બે ઇલેક્ટ્રિક કાર છે. તેમની પ્રથમ કાર વાદળી રંગની ઓડી ઇ-ટ્રોન ઇલેક્ટ્રિક એસયુવી છે અને બીજી લાલ રંગની ઓડી ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કૂપ છે. વિરાટ કોહલી ઓડી ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, તેથી કંપનીએ તેને આ કાર ભેટમાં આપી હશે.
રિતેશ દેશમુખઃ રિતેશ દેશમુખ પાસે ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર છે. હાલમાં જ તેણે બીજી ઇલેક્ટ્રિક કાર ખરીદી છે, જે BMW iX xDrive 40 છે. તે એક ઝડપી એસયુવી છે, જે માત્ર 6.1 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ કરી શકે છે. તેની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે.
નીતિન ગડકરી: ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી પાસે BMW iX ઈલેક્ટ્રિક SUV પણ છે. એવું માનવામાં આવે છે કે આ BMW ગડકરીને આપી છે. આ કારની કિંમત 1.16 કરોડ રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક SUV ફૂલ ચાર્જમાં 425 કિમી ચાલી શકે છે.