‘સત્તાની ભૂખ માટે…’ વીરેન્દ્ર સેહવાગે ગૌતમ ગંભીરને મનફાવે એવું સંભળાવ્યું, ગૌતમને સાંભળીને મરચા લાગશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Virender Sehwag On Gautam Gambhir : વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની (Team India) જાહેરાત કરી દેવામાં આવી છે. આ પછી વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) ચર્ચામાં આવી ગયો છે. એક ટ્વીટ દ્વારા તેમણે ટીમ ઇન્ડિયાની જર્સી (Team India Jersey) પર ભારતને લખવાની વાત કરી હતી. આ ટ્વિટમાં તેમણે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને પણ ટેગ કર્યા હતા. એક યુઝરના જવાબ દ્વારા સેહવાગે પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને લપેટી લીધો છે. વાસ્તવમાં સહેવાગના આ ટ્વીટ પર એક યુઝરે લખ્યું કે, “હું હંમેશા વિચારતો હતો કે ગૌતમ ગંભીર પહેલા તમારે સાંસદ બનવું જોઈતું હતું.”

 

વિરેન્દ્ર સહેવાગને આ વાતથી ખરાબ લાગ્યું અને તેણે યૂઝરને જવાબ આપ્યો કે, “મને રાજકારણમાં જરા પણ રસ નથી. છેલ્લી બે ચૂંટણીઓમાં બંને મુખ્ય પક્ષોએ મારો સંપર્ક કર્યો છે. મારો મત એ છે કે દરેક મનોરંજન કરનાર અને રમતવીરોએ રાજકારણમાં આવવું જોઈએ નહીં. કારણ કે મોટાભાગના લોકો માત્ર તેમના અહંકાર અને સત્તાની ભૂખ માટે જ આવે છે. તે ભાગ્યે જ લોકો માટે સમય શોધી શકતો હોય છે, કેટલાક તેનાથી અલગ હોય છે. મને ક્રિકેટ સાથે સંકળાયેલા રહેવું અને કોમેન્ટ્રી કરવી ગમે છે અને મને પાર્ટ ટાઇમ સાંસદ બનવાની સહેજ પણ ઇચ્છા નથી.”

 

 

ખમ્મા મારા રાજકોટવાસીઓ… રસરંગ મેળાની મોજું માણતા માનવીયું જોઈને તમારું હૈયું હરખાઈ જશે, નજારો તો જુઓ યાર

મોંઘવારી તમારો છેડો નહીં મૂકે, હજુ તો તોતિંગ વધારો થશે, ખાદ્યપદાર્થો મોંઘાદાટ, નાણા મંત્રાલયનો ખતરનાક રિપોર્ટ

ઈન્ડિયાનું નામ હટાવીને ભારત કરવું એ કેન્દ્ર માટે ડાબા હાથની રમત છે, સરકાર સંસદમાં કંઈક નવા-જૂની કરશે એ પાક્કું!

 

 

તેમણે ‘ઇન્ડિયા’ ને બદલે ‘ભારત’ લખવાની સલાહ આપી હતી.

વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ દ્વારા બીસીસીઆઈને જવાબ આપતા લખ્યું કે, ટીમ ઈન્ડિયા ટીમ ઈન્ડિયા નથી. આ વર્લ્ડ કપમાં અમે વિરાટ, રોહિત, બુમરાહ જડ્ડુને ચીયર કરીશું. ત્યારે આપણા દિલમાં ભારત હોવું જોઈએ અને ખેલાડીઓએ જર્સી પહેરવી જોઈએ જેના પર ‘ભારત’ લખેલું હોય.

 


Share this Article