Weather Update : ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાવા જઈ રહી છે. હવામાન વિભાગે (Meteorological Department) ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં 17 ઓક્ટોબર સુધી વરસાદ પડવાનો છે. આ સાથે જ દક્ષિણ ભારતના કેરળ (keral) અને તમિલનાડુમાં (tamilnadu) હજુ બે દિવસ ભારે વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. આ સાથે જ અંદમાન નિકોબારમાં 19 ઓક્ટોબર વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેરળમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, કારણ કે રાજ્યના દક્ષિણી જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. અનેક લોકોના રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવનને અસર થઈ હતી.IMD તિરુવનંતપુરમ અનુસાર, “રાજ્યમાં 18 ઓક્ટોબર સુધી વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજે રાજ્યના 14માંથી 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.યલો એલર્ટ એટલે કે 6 થી 11 સેમી વચ્ચે ભારે વરસાદ.આજના હવામાન વિશે વાત કરીએ તો, સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, દરિયાકાંઠાના તમિલનાડુ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક અને કેરળના દક્ષિણ કિનારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અંબાલાલની દિલમાં ધ્રાસકો પાડી નાખે એવી આગાહી, એકસાથે બે-બે વાવાઝોડાનો ભયંકર ખતરો, જાણી લો તારીખ-સમય
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
પશ્ચિમ હિમાલયની પહાડીઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હળવી હિમવર્ષા શક્ય છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો અને દક્ષિણ તેલંગાણામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા છે. ઉત્તર બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દક્ષિણ કોંકણ અને ગોવા અને ઇશાન ભારતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ શક્ય છે. આ સિવાય આગામી પાંચ દિવસ સુધી દેશના અન્ય ભાગોમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારના સંકેત નથી.