લગ્ન બાદ નોર્થમાં ફરવા જતા હો તો ધ્યાન રાખજો, મૌસમ મજા બગાડશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

દિલ્હી એનસીઆરમાં મંગળવારે વરસાદ પડ્યો, જેના કારણે એક તરફ પ્રદૂષણ ઘટ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બુધવાર અને ગુરુવારે પણ ઝરમર વરસાદની સંભાવના છે. બુધવારે સવારે દિલ્હીનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ધુમ્મસ પણ જોવા મળ્યું હતું, જેના કારણે દૃશ્યતા પર પ્રતિકૂળ અસર થઈ હતી. જો કે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ રાત્રે વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 1 ડિસેમ્બરથી હવામાન સાફ થઈ જશે ત્યારબાદ મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 થી 11 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. મંગળવારની વાત કરીએ તો મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 4.5 મીમી વરસાદ નોંધાયો છે, પરંતુ આ વર્ષે નવેમ્બરમાં 17.5 મીમી વરસાદ થયો છે. અગાઉ 2010માં નવેમ્બર મહિનામાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. બદલાતા હવામાનમાં તબીબોએ લોકોને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે. ઉપરાંત, બાળકો અને વૃદ્ધોએ વધુ સાવચેતી રાખવી જોઈએ જેથી તેઓ રોગોથી સુરક્ષિત રહે.

ગુજરાતના મહાનગરની વાત કરવામાં આવે તો દિવાળી બાદ વરસાદ થતા ગુજરાતના શહેરમાં પ્રદૂષણ એકાએક ઘટી ગયું છે. ભેજના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુ થોડું ધુમ્મસ જોવા મળી રહ્યું છે.  હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શિયાળું હજું શરૂ થતા થોડી  વધારે રાહ જોવી પડશે.

સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વહેલી સવારે વધશે. જ્યારે મહાનગરમાં મોડી રાત્રે ઠંડા પવનનો મારો રહેશે. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર રાજસ્થાનમાં ઠંડા અને સુકા પવનો અનુભવાશે. છેક જયપુર સુધી ઠંડા પવન અનુભવાશે. જ્યારે દક્ષિણમાં છેક ઔરંગાબાદ સુધી હવામાન ઠંડુબોર રહેશે. એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.


Share this Article