કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022)માં ભારતીય વેઇટલિફ્ટર્સનું વર્ચસ્વ ચાલુ છે. વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે પુરુષોની 109 કિગ્રા વર્ગમાં કુલ 355 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લવપ્રીતે સ્નેચમાં 163 કિલો વજન ઉપાડ્યું હતું અને બીજા સ્થાને રહ્યો હતો. આ પછી તેણે ક્લીન એન્ડ જર્કમાં 192 કિલો વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ભારતનો CWG 2022 વેઈટલિફ્ટિંગમાં આ ભારતનો 9મો મેડલ (3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ) છે.
જણાવી દઈએ કે CWG 2018ની વેઈટલિફ્ટિંગમાં ભારતે 5 ગોલ્ડ સાથે 9 મેડલ જીત્યા હતા. કેમરૂનના જુનિયર પેરીકલેક્સ NGADJA NYABEYEU એ 361 કિગ્રા વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમોઆના જેક હિટિલા ઓપેલોગે કુલ 358 કિગ્રા વજન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની લવપ્રીત 355 કિગ્રા વજન સાથે ત્રીજા નંબર પર રહ્યા. CWG 2022માં ભારતનો આ 14મો મેડલ છે.
25 વર્ષીય લવપ્રીત સિંહે સ્નેચના પ્રથમ પ્રયાસમાં 157 કિલો વજન ઉપાડ્યું હતું. તે બીજા પ્રયાસમાં 161 કિગ્રા અને ત્રીજા પ્રયાસમાં 163 કિગ્રા વજન ઉપાડીને બીજા ક્રમે રહ્યો હતો. OPELOGE સ્નેચમાં સમોઆનો જેક હિટિલા 164 કિગ્રા વજન ઉઠાવીને પ્રથમ ક્રમે રહ્યો હતો. તે જ સમયે કેનેડાના પિયર-એલેક્ઝાન્ડ્રે બેસેટે પણ 163 કિગ્રા વજન ઉઠાવીને લવપ્રીત સાથે બીજા સ્થાને રહ્યા હતા.
આ સાથે વાત કરઈએ લવપ્રીત વિશે તો લવપ્રીત સિંહનો જન્મ 6 સપ્ટેમ્બર 1997ના રોજ પંજાબમાં થયો હતો.તેણે પોતાની વેઈટલિફ્ટિંગ કારકિર્દીમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જેવી મોટી વેઈટલિફ્ટિંગ ઈવેન્ટ્સ જીતી છે.લવપ્રીત સિંહ રાષ્ટ્રીય સ્તરે ભારતીય નૌકાદળ માટે રમે છે.ભારતીય નેવી માટે રમતી વખતે તેણે વેઈટલિફ્ટિંગ કર્યું છે.અનેક સ્પર્ધાઓ જીતી છે. .
*લવપ્રીત સિંહની સિદ્ધિઓ:
• લવપ્રીત સિંહે કાઠમંડુમાં 2017 એશિયન યુથ અને જુનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
• લવપ્રીત સિંહે સપ્ટેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નેવી વેઈટલિફ્ટિંગ ટીમ તરફથી રમતા ગોલ્ડ મેડલ જીત્યો
• ભારતીય વેઈટલિફ્ટર લવપ્રીત સિંહે તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021માં પુરુષોની 109 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો.