દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંતની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં કેજરીવાલ અને ભગવંત માન સાથે બેસીને ભોજન લેતા જોવા મળી રહ્યા છે. ફોટામાં ખાણી-પીણીની વાનગીઓ વચ્ચે વાઈન અને મીટ પણ જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેજરીવાલ અને ભગવંત માન એક સાથે બેસીને માંસ ખાતા અને દારૂ પી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. આ ફોટો અસલી છે, પરંતુ તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. કેજરીવાલ અને ભગવંતનો આ ફોટો નવેમ્બર 2021નો છે, જ્યારે બંને નેતાઓએ ઓટોરિક્ષા ડ્રાઈવરના ઘરે ભોજન લીધું હતું.
ભગવંત માન ગયા મહિને જ પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારથી તેઓ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેનાથી તેમની ઈમેજને ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.