પગાર ધોનીથી પણ વધારે લઈ લે અને પરફોર્મન્સમં કંઈ જ કાઢી લેવાનું નથી, ભારતનો આ ખેલાડી સાવ માથે પડ્યો!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Cricket News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પાંચમી મેચમાં ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડીઓ સતત બે મેચ જીત્યા બાદ ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. પરંતુ પાંચમી અને અંતિમ મેચમાં સૂર્યકુમાર યાદવ સિવાય ટીમનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો નહોતો. ભારતની આ હારથી ચાહકો નારાજ છે.

સંજુ સેમસન ફરી ફ્લોપ

સંજુ સેમસનને આ મેચમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમવાની તક મળી હતી. સેમસન આ સિરીઝમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. આ જ કારણ હતું કે છેલ્લી મેચમાં તેની પાસેથી ટીમની અપેક્ષાઓ વધી ગઈ હતી. એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા સંજુ સેમસનને સારું પ્રદર્શન કરીને પસંદગીકારોને જવાબ આપવાની તક મળી હતી. પરંતુ સંજુ સેમસન આમ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર ટ્રોલ

વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર ખરાબ રીતે ફ્લોપ થયેલા સંજુ સેમસન પર ફેન્સ સતત પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તે પાંચ T20 મેચની 3 ઇનિંગ્સમાં 12, 7 અને 9 રન બનાવી શક્યો હતો. વ્હાઈટ બોલ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસનને ભાગ્યે જ તક આપવામાં આવે છે. પરંતુ એ પણ સાચું છે કે સેમસન તેને મળેલી તકોનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે.

ધોની કરતાં વધુ પગાર

IPLમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરનાર સંજુ સેમસનનો પગાર 14 કરોડ છે. વર્ષ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયનનો ખિતાબ અપાવનાર મહેન્દ્ર સિંહ ધોનીનો પગાર પણ સંજુ સેમસન કરતા ઓછો છે. ધોનીને IPL માટે ચેન્નાઈ તરફથી 12 કરોડ આપવામાં આવ્યા છે. પરંતુ રાજસ્થાનની ટીમ સેમસનને 14 કરોડ રૂપિયા આપે છે.

મોંઘાદાટ સોનાનું તો ચિત્ર જ બદલાઈ ગયું, સોનું 2700 રૂપિયા સસ્તું તો ચાંદીના ભાવમાં 4700 રૂપિયાનો ઘટાડો આવ્યો

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હદ વટાવી દીધી, શરમજનક નિવેદન આપતા કહ્યું- ભાજપને મત આપે એ બધા રાક્ષસ….

મેઘરાજાએ તબાહી સર્જી, 24 કલાકમાં જ હિમાચલમાં 21 મોત, શાળા-કોલેજો બંધ, હાઈવે બંધ, જ્યાં જુઓ ત્યાં મોતનું જ જોખમ!

શા માટે સંજુ સતત ફ્લોપ થઈ રહ્યો છે

સંજુ સેમસનનું સતત ફ્લોપ તેના બેટિંગ ઓર્ડરનું મુખ્ય કારણ હોઈ શકે છે. IPLમાં તે રાજસ્થાન માટે ત્રીજા નંબરે રમવાનું ચાલુ રાખે છે. પરંતુ ભારત માટે તેને પાંચ કે છ નંબર પર રમવાની તક મળે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly