Knowledge News: તમે આજસુધી ઘણા પહાડી વિસ્તારમાં ગયા હશો. એ પછી ઉત્તરાખંડ હોય કે, તમારી આસપાસનો કોઇ વિસ્તાર હોય. ત્યારે અહીં સવાલ એ છે કે, પહાડો પરના રસ્તાઓ હંમેશા વાંકાચૂકા જ હોય છે. આવું શા માટે? આજે તમને આ પ્રશ્નનો જવાબ જણાવીશું.
ટેકનિલક રીતે તમને જણાવીએ તો સિવિલ એન્જીકૉન નામની વેબસાઇટ મુજબ જો પહાડો પર સીધા રસ્તા બનેલા હોય તો ડ્રાઇવર વાહનો પર કાબૂ ગુમાવી શકે છે. પરિણામે ગંભીર અકસ્માત થાય છે. પરંતુ રસ્તા પરનો વળાંક વાહનને ધીમુ કરવામાં મદદરૂપ છે. આ સિવાય પણ જો પહાડો પર ઢાળ વધારે હોય તો રસ્તો ધસી પડવાનો પણ ખતરો છે પરંતુ જો વાંકા ચૂંકા રસ્તા હોય તો આવી સમસ્યા થતી નથી.
ધોરણ 10 પાસ પછી પણ મળી શકે છે સરકારી નોકરી, પગાર પણ હશે શાનદાર, આ રહ્યા સ્કૉપ
જૂની માન્યતાઓ મુજબ એવું કહેવાય છે કે, પહેલાના સમયમાં લોકો પહાડ પર રસ્તો બનાવવા માટે ગધેડાનો ઉપયોગ કરતા હતા. ત્યારે ગધેડો સામાન લઇને સીધો પહાડ ચઢવાને બદલે ગોળ ગોળ ફરીને જતો હતો. કારણ કે, સીધુ ચઢાણ આકરું સાબિત થતું હતું બસ ત્યારથી આ ટેકનિક અમલી બની હોવાની માન્યતા છે.