ટ્રેન ચલાવવાની સિસ્ટમ તો કંટ્રૉલ રૂમમાં હોય છે… તો પછી ધુમ્મસમાં કેમ લેટ થાય છે?

Desk Editor
By Desk Editor
Share this Article

National News: તમે અવાર નવાર સમાચારમાં સાંભળ્યું હશે કે, ધુમ્મસના કારણે ટ્રેન લેટ ચાલી રહી છે. આમ જોવા જઇએ તો ટ્રેન ચલાવવાની સિસ્ટમ કંટ્રોલ રૂમમાં હોય છે છતા પણ અહીં પ્રશ્ન એ છે કે, ધુમ્મસમાં શા માટે લેટ થાય છે?

કૉર્ડિનેશનથી થાય છે ટ્રેનનું સંચાલન

સૌથી પહેલા એ જણાવી દઇએ કે, સામાન્ય રીતે ટ્રેનનું સંચાલન ડ્રાઇવર અને કંટ્રોલ સિસ્ટમના કૉર્ડિનેશનથી થાય છે. એટલે કે, અમુક વસ્તુ ડ્રાઇવરથી તો અમુક વસ્તુ કંટ્રોલ રૂમમાંથી ઓપરેટ કરવામાં આવે છે. એટલે ધુમ્મસ હોય ત્યારે ડ્રાઇવરને ઘણી મુશ્કેલી પડે છે.

સુરક્ષાના ભાગરૂપે ધીમી ગતિ

ધુમ્મસમાં વિઝિબિટલિટી ઓછી હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે ટ્રેન ધીમી ગતિથી ચાલે છે એટલે લેટ થઇ જાય છે. આ ઉપરાંત ધુમ્મસમાં ઇલેક્ટ્રોનિક સિગ્નલિંગ સિસ્ટમમાં પણ સમસ્યા સર્જાય છે.

ટ્રેક પરની કોઇ જાણકારી નથી હોતી

VGGS2024: બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા મુલાકાતીઓ, સ્માર્ટ ઇન્ટ્રાસ્ટ્રક્ચરના સ્ટોલમાં મુલાકાતીઓનો જમાવડો

VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન

VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

એક સમસ્યા એ પણ છે કે, ટ્રેક પર કોઇ અવરોધ અથવા તો કોઇ ઘટનાની જાણકારી પણ હોતી નથી. જેના લીધે પણ ટ્રેનની સ્પીડ ધીમી હોય છે. આવા તમામ કારણોસર ટ્રેન ઘણી લેટ થાય છે અને મુખ્ય વાત એ છે કે, એક ટ્રેન લેટ થાય તો બાકીની ટ્રેનોનું શિડ્યુઅલ પણ ફરી જાય છે.


Share this Article
TAGGED: