પતિ સામે જ પત્નીનો ગેંગરેપ કર્યો, પછી દંપતિને ઝેર આપી મારી નાખ્યાં, જોનારા ખાલી દાઢીએ હાથ દઈને જોતાં જ રહ્યાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : યુપીના બસ્તીમાં એક ભયાનક ઘટના બની છે. અહીં પત્ની સાથે તેના પતિની સામે જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ દંપતીને ઝેર આપી દીધું હતું. બંનેનું મોત તડપતા તડપતા  જ થયું હતું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમણે મરતા પહેલા નિવેદન આપ્યું હતું. પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

 

વાસ્તવમાં આ ચોંકાવનારી ઘટના 21 સપ્ટેમ્બર (ગુરુવાર)ના રોજ બસ્તી જિલ્લાના રૂધૌલીમાં બની હતી. પતિ-પત્નીએ ઝેર પી લીધું હોવાની માહિતી મળી હતી. સ્થાનિક લોકો પરિવારના સભ્યોની મદદથી દંપતીને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રૂધૌલી લઈ ગયા હતા.

સારવાર દરમિયાન પતિ-પત્નીનું મોત

તેમને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને જિલ્લા હોસ્પિટલ બસ્તીમાં રિફર કરવામાં આવી હતી. તે જ દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે પતિનું મોત નીપજ્યું હતું. બસ્તી જિલ્લા હોસ્પિટલમાંથી મહિલાને સારવાર માટે બીઆરડી મેડિકલ કોલેજ ગોરખપુરમાં રિફર કરવામાં આવી હતી. શુક્રવારે સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.

 

 

આ મામલે રૂધૌલી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાન ખેત મજુરી અને કાર ચાલક તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો, 8 વર્ષની પુત્રી, પુત્ર 6 વર્ષનો અને સૌથી નાની પુત્રી 18 મહિનાની છે.

બાળકોએ પોલીસને આ ઘટના વિશે જણાવ્યું હતું.

રૂધૌલી પોલીસ અને સોના થાના પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી. આ દંપતીના બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, ઘરથી થોડે દૂર રહેતા બે શખ્સોએ માતાની છેડતી કરી હતી, જેનો પિતાએ વિરોધ કર્યો હતો.

 

 

પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓએ બળજબરીથી ઘરમાં ઘૂસીને મહિલા સાથે તેના પતિની સામે ગેંગરેપ કર્યો હતો. આ પછી, તેઓએ તેને ઝેર ખવડાવ્યું અને ઘટના સ્થળેથી ભાગી ગયા. ઝેરના કારણે દંપતિની હાલત લથડી હતી અને સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે બાળકોએ તેમના માતાપિતાના મૃત્યુનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. એવામાં કપલે આખી ઘટના જણાવી હતી.

 

પહેલા અદાણી અને હવે શરદ પવાર અમદાવાદમાં અદાણીના બંગલે જઈને બંધ બારણે મિટિંગ કરી આવ્યાં, બંને નક્કી કઈક ધડાકો કરશે

 એક જ નામની ત્રણ ફિલ્મો બનાવી પ્રોડ્યુસરે કરોડો રૂપિયા છાપ્યા,હીરો પાસે પણ સાત પેઢી સુધી ખૂટે નહીં તેટલા પૈસા છે,જાણો શું છે ફિલ્મનું નામ!!

 તમારા ઘરમાં રહેલ આ વસ્તુઓ અત્યારે જ ફેંકી દો, પૈસા તો ઠીક તમારી આર્થિક સ્થિતિને પણ ધનોતપનોત કરી નાખશે, જાણો શું કહે છે વાસ્તુ!!

 

બંને આરોપીઓની ધરપકડઃ એસ.પી.

આ મામલે માહિતી આપતા બસ્તીના એસપી ગોપાલ કૃષ્ણ ચૌધરીએ કહ્યું કે, આ કેસમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ ગુનો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી સગીર વયનો છે. બંને પર ગુનાહિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 


Share this Article
TAGGED: ,