REET પરીક્ષાને લઈને રાજસ્થાનમાં હંગામો મચી ગયો છે. પરીક્ષા દરમિયાન સામે આવેલી તસ્વીરોને કારણે અશોક ગેહલોત સરકાર વિપક્ષના નિશાના પર છે અને નિયમોને લઈને બેવડા ધોરણો અપનાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓના પ્રવેશને લઈને વહીવટીતંત્રે એટલી કડકતા દાખવી કે મહિલાઓ અને યુવતીઓના દુપટ્ટા કાઢી નાખવામાં આવ્યા અને કપડાના બટન પણ કાપી નાખવામા આવ્યા હતા. આટલું જ નહીં મહિલાઓના મંગળસૂત્ર, બંગડીઓ, હેર ક્લિપ્સ, સાડીની પીન કાઢી લેવામાં આવી હતી.
આ REET પરીક્ષાને નકલ-મુક્ત બનાવવાનું અભિયાન છે, પરંતુ સમસ્યા એ છે કે માત્ર હિન્દુ વિદ્યાર્થીઓ જ તેનો શિકાર બની રહ્યા છે. કારણ કે અહીં જે પણ વસ્તુઓ પર પ્રતિબંધ છે તે તમામ હિંદુઓ સાથે સંબંધિત છે, જ્યારે અહીં હિજાબ પર કોઈ પ્રતિબંધ નથી. જરા કલ્પના કરો કે અહીં દુપટ્ટો નથી ચલાવી લેવાતો પણ હિજાબ ચલાવી લેવાય છે. આ જ કારણ છે કે ભાજપ હવે અશોક ગેહલોત સરકાર પર સવાલો ઉઠાવી રહી છે. પરીક્ષામાં મંગળસૂત્ર અને દુપટ્ટા પર પ્રતિબંધ, પણ હિજાબ પર પ્રતિબંધ નહીં, રાજકારણ તેજ બન્યું છે.
ભાજપે સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે અને રાજસ્થાનમાં હિજાબ ફરી એક મુદ્દો બની ગયો છે. શિક્ષક ભરતીની રીટ પરીક્ષામાં નકલ અટકાવવા એક તરફ મહિલા ઉમેદવારોને મંગળસૂત્રથી માંડીને દુપટ્ટા પાયલ અને લાંબી બાંયના કુર્તા પહેરીને અંદર જવા દેવાયા નહોતા. ભાજપે આરોપ લગાવ્યો કે આ ગેહલોત સરકારનું મુસ્લિમ તુષ્ટિકરણ છે.