શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું મંદિર ક્યાં બની રહ્યું છે. આ મંદિર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર કરતા પણ મોટું છે. એટલું જ નહીં, તે કંબોડિયામાં સ્થિત વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિર કરતા પણ મોટું છે. આ કયું મંદિર છે અને ક્યાં બની રહ્યું છે, ચાલો તમને જણાવીએ. આ મંદિર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુરમાં બની રહ્યું છે.
જાણો મંદિર વિશે
માયાપુરમાં બનેલું આ વૈદિક મંદિર સંકુલ 18 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર છે. કંબોડિયામાં આવેલું વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર 1.6 મિલિયન ચોરસ મીટરમાં છે. માયાપુરમાં બની રહેલું વિશ્વનું સૌથી મોટું મંદિર વર્ષ 2024માં તૈયાર થઈ જશે. આ મંદિરનું નિર્માણ 2009થી ચાલી રહ્યું છે, એટલે કે આ મંદિર છેલ્લા 14 વર્ષથી બની રહ્યું છે.
મંદિરમાં 1 લાખ લોકો આરામથી ભ્રમણ કરી શકશે. મંદિરનો ખર્ચ લગભગ 1,000 કરોડ રૂપિયા થશે. મંદિરની ઊંચાઈ 113 મીટર અને પહોળાઈ 65032 ચોરસ મીટર છે. ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર, તમામ ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે, જેઓ આખા વર્ષ દરમિયાન યોજાતી ધાર્મિક વિધિઓ અને કીર્તનમાં ભાગ લઈ શકશે.
આવતા વર્ષથી આ મંદિર વિશ્વના સૌથી મોટા મંદિર તરીકે ઓળખાશે. મંદિરના ત્રણ શિખરો તેના આકર્ષણનું કેન્દ્ર છે. આ શિખરો પર સોનાનું પડ ચઢાવવામાં આવ્યું છે. મંદિરના શિખર સુધી પહોંચવા માટે 14 લિફ્ટ લગાવવામાં આવી છે.
લાખો બેંક કર્મચારીઓને જલસા, હવે દર અઠવાડિયે બે દિવસની રજા મળશે, બસ આ શરત સ્વીકારવી પડશે
આ ભવ્ય મંદિરના અધ્યક્ષ અમેરિકાના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ફોર્ડ કંપનીના માલિક આલ્ફ્રેડ ફોર્ડ છે. તેમણે મંદિરના નિર્માણ માટે 250 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.