દિલ્હી પોલીસ રાત્રે બ્રિજભૂષણના ઘરે પહોંચી, 12 નજીકના લોકોના નિવેદન નોંધ્યા, ફોન નંબર સહિત પુરાવા એકત્રિત કર્યા

Desk Editor
By Desk Editor
Share this Article

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણનો મામલો સતત ચર્ચામાં રહે છે. ગઈ કાલે પણ કુસ્તીબાજોએ ફરજ પર જોડાયા બાદ આંદોલનનો અંત આણ્યો હોવાના અહેવાલો પ્રગટ થયા હતા. જોકે પાછળથી કુસ્તીબાજોએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતુ કે, આ આંદોલનનો અંત આવ્યો નથી.

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રવિવારે રાત્રે રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણના પૈતૃક નિવાસસ્થાન વિશ્નોહરપુર પહોંચી હતી અને 12 લોકોના નિવેદનો નોંધ્યા હતા. જેમાં સાંસદના નજીકના મિત્રો, પરિવારના સભ્યો, સહયોગીઓ અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. એસઆઈટીએ અગાઉ ૧૨૫ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. હવે આ સંખ્યા 137 પર પહોંચી ગઈ છે. તપાસ ટીમે પુરાવા તરીકે ગોંડાના કેટલાક લોકોના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ઓળખકાર્ડ એકઠા કર્યા છે.

એસઆઈટી ગોંડામાં લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. તે દેશની સાથે સાથે વિદેશમાં પણ કુસ્તીની સ્પર્ધાઓ દરમિયાન સાંસદ સામેના આક્ષેપોની તપાસ કરી રહી છે. મહિલા કુસ્તીબાજોની માગ છતાં આરોપી બ્રિજ ભૂષણની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

બિહારમાં બ્રિજ ધરાશાયી… કેમ ચર્ચામાં આવ્યો મોરબીનો બ્રિજ અકસ્માત? 6 મહિના પછી શું અપડેટ છે

આ અધિકારીએ 3 મહિના પહેલા જ રેલવેને આપી દીધી’તી ચેતવણી, ભયંકર અકસ્માત વિશે પણ શંકા વ્યક્ત કરી હતી

હવામાન વિભાગની ઘાતક આગાહીથી ફફડાટ, ગુજરાત પર ત્રાટકવાનું છે મોટું વાવાઝોડું? વરસાદને લઈ આવા છે સમાચાર

સાક્ષી મલિક નોકરીમાં જોડાઈ

મંગળવારે જ્યારે સાક્ષી મલિક રેલવેની નોકરી પર પરત ફરી તો એવા સમાચાર આવ્યા હતા કે તે આંદોલનમાંથી હટીને નોકરી પર લાગી ગઈ છે. આવો જ એક કિસ્સો બજરંગ પુનિયા સાથે સામે આવ્યો હતો. પરંતુ તેમણે આ અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ કહ્યું કે તેઓ ચોક્કસપણે નોકરીમાં જોડાવા માટે આવ્યા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમનું આંદોલન સમાપ્ત થઈ ગયું છે. બ્રિજ ભૂષણ સામે તેમની લડાઈ ચાલુ જ છે.


Share this Article