વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, આ વર્ષની થીમ આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં રાખવામાં આવી છે. તમાકુના સેવનથી સ્વાસ્થ્યને અનેકગણા નુકસાન થાય છે તે વાતથી તમે માહિતગાર તો હશે. તમાકુથી માત્ર આંતરિક અવયવો જ નહીં પણ તમારાં દેખાવ પર પણ સ્પષ્ટ અસર દેખાય છે. એક રિસર્ચ અનુસાર, સ્મોકિંગ તમારી સ્કિન, વાળ અને આંખોને ડેમેજ કરે છે અને તેનાથી સ્કિન પર એજિંગની નિશાનીઓ પણ સરળતાથી દેખાય છે.
અમેરિકન ડર્મેટોલોજી યુનિવર્સિટી અનુસાર, સ્મોકિંગ એટલે કે, સિગારેટમાં રહેલા કેમિકલ્સ ત્વચાના નેચરલ બેલેન્સને ડિસ્ટર્બ કરી શકે છે જેના કારણે એજિંગ પ્રોસેસ ઝડપી બને છે. રેગ્યુલર સ્મોકિંગથી ફાઇન લાઇન્સ, કરચલીઓ અને ત્વચા ઢીલી પડી જવી, સોજા વગેરે સમસ્યા થાય છે. આ ઉપરાંત નિકોટિનથી કોલેજન અને ઇલાસ્ટિનને નુકસાન પહોંચે છે. જેનાથી ત્વચા શુષ્ક અને બેજાન દેખાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર, રેગ્યુલર સ્મોકિંગથી સ્કિન ટોન અનઇવન બને છે અને ઘા કે ઇજા અથવા સ્કિન ઇન્જરીને ઠીક થવામાં સમય લાગે છે.
નેશનલ સોરાયસીસ ફાઉન્ડેશન અનુસાર, સ્મોકિંગથી એન્ઝિમા, સોરાયસી અને એક્નેની સમસ્યા થઇ શકે છે. કારણ કે, તમાકુનું કેમિકલ ત્વચા પર સોજા લાવે છે, લોહીની નસોને બ્લોક કરે છે જેના કારણે ત્વચા સુધી ઓક્સિજન કે ન્યૂટ્રિશન પહોંચી શકતા નથી. જર્નલ ઓફ કોસ્મેટિક ડર્મેટોલોજી અનુસાર, સ્મોકિંગની વાસ તીવ્ર હોય છે અને તેના કેમિકલ્સથી હેર ફોલિક્સ નબળા બને છે. પરિણામે વાળ ખરવા તેમ જ વાળ પાંખા-પાતળા થઇ જવાની સમસ્યા ઉભી થાય છે. સ્મોકિંગથી મેલનિન પ્રોડક્શનની પ્રક્રિયામાં અવરોધ ઉભો થવાથી વાળના કુદરતી રંગમાં પણ ફેરફાર થાય છે.
આ પણ વાંચો
વીજળી પડવાનો આવો નજારો તમે આજ સુધી ક્યારેય નહીં જોયો હોય! VIDEO જોઈને લોકો કાયદેસર ધ્રૂજી ઉઠ્યા
શું એમએસ ધોની આગામી IPLમાં રમશે કે નહીં? CSK CEOના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો
રિસર્ચ અનુસાર, ઉંમર કરતાં વાળ વહેલા સફેદ થવાની પ્રક્રિયા પાછળ સ્મોકિંગ જવાબદાર છે. સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, સતત અને લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી આંખોને લગતી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે, સ્મોકિંગથી આંખોની આસપાસ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઉભો થાય છે જેન કારણે આંખોના નેચરલ લેન્સને નુકસાન પહોંચે છે. લાંબા ગાળે તેનાથી અંધાપો, નબળી દ્રષ્ટિ, આંખોમાં બળતરાં, ખંજવાળ વગેરે સમસ્યા થઇ શકે છે.