Gujarat News: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી જલ્દી જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અગાઉ આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના જામનગરમાં નક્કી કરવામાં આવ્યા હતા. હાલ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. આ બધાની વચ્ચે અનંત-રાધિકાના લગ્ન પહેલા, અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં 14 નવા મંદિરો બનાવવાની મોટી પહેલ કરી છે.
અંબાણી પરિવારે જામનગરમાં 14 મંદિરો બનાવ્યા
આ મંદિરોના નિર્માણની પ્રથમ ઝલક નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. એક વીડિયોમાં નીતા અંબાણી કેમ્પસની આસપાસ ફરતા અને કારીગરો અને સ્થાનિક લોકો સાથે વાત કરતા જોઈ શકાય છે. આ મંદિરો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પૌરાણિક કથાઓના પુરાવા તરીકે ઊભા છે.
View this post on Instagram
જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા બાંધવામાં આવેલ આ મંદિરો અત્યંત સુંદર અને સ્થાપત્યની અજાયબી છે, અને જટિલ રીતે કોતરેલા સ્તંભો, બહુવિધ દેવતાઓની મૂર્તિઓ અને રંગબેરંગી ફ્રેસ્કો શૈલીના ચિત્રોથી શણગારેલા છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના સત્તાવાર હેન્ડલ દ્વારા શેર કરાયેલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે મંદિર સંકુલો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને પ્રતિબિંબિત કરે છે.
ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી
‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે….
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં યોજાશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણના મિત્રો છે. ડિસેમ્બર 2022 માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં આયોજિત પરંપરાગત રોકા સમારોહમાં બંનેએ સગાઈ કરી હતી. તેમનો ગોળ ધાણા સમારોહ 19 જાન્યુઆરી, 2023 ના રોજ થયો હતો. હવે આ કપલ 12 જુલાઈએ મુંબઈમાં શાહી લગ્ન કરશે. સૌ પ્રથમ રાધિકા અને અનંત ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ ફંક્શન કરશે. આ કપલના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન અને સલમાન ખાન સુધીના તમામ બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે. અનંત અને રાધિકીના પ્રી-વેડિંગ ફંક્શનમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ ભાગ લેશે.