Gujarat News: જામનગરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. સેલિબ્રેશનમાં કપલના ગ્લેમરસ લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો આઉટફિટ રેડ કાર્પેટ ઈવેન્ટથી ઓછો નહોતો લાગતો. બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ સિવાય ફંક્શનમાં આવેલા મહેમાનોના પોશાક પણ આ ઈવેન્ટને એકદમ રોયલ બનાવી રહ્યા છે.
રાધિકા મર્ચન્ટે તેના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ડ્રેસ પહેર્યો હતો. તે ચમકતા ટ્યૂલ કૉલમ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેનો ડ્રેસ ડસ્કી પિંક કલરનો છે, જેના પર ગોલ્ડન-મરૂન શેડ વર્ક છે. કમર પર ડસ્કી પિંક કલરની ક્રિસ ક્રોસ પેટર્નની લાંબી ટ્રેલ ઉમેરવામાં આવી છે, જે તેના ડ્રેસને વધુ સુંદર બનાવે છે. રાધિકાનો આ લૂક બ્લેક લાઇવલીના મેટ ગાલા 2022 લુકથી પ્રેરિત છે. આ સાથે તેણે ડાયમંડ નેકલેસ અને લાઇટ ઇયરિંગ્સ સાથે પોતાની સ્ટાઇલ પૂરી કરી છે.
તે જ સમયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સીએમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બ્લેક એન્ડ વ્હાઇટ ટક્સીડો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. તેના સૂટ પર હીરાનું બ્રોચ પણ હતું. આ લુકમાં અનંત ખૂબ જ સુંદર લાગતો હતો.
પાર્ટી દરમિયાન રાધિકા મહેમાનો અને તેના પરિવાર સાથે મિલન કરતી જોવા મળી હતી. આ ખાસ ક્ષણ દરમિયાન તેઓ નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે હસતા જોવા મળ્યા હતા.
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની 3 માર્ચ સુધી ચાલુ રહેશે અને તેનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે. પ્રી-વેડિંગ સેરેમની માટે જામનગરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. આ સમારોહમાં બોલિવૂડ અને હોલીવુડના કલાકારો સહિત વિશ્વભરના મોટા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. અમેરિકાથી આવેલી પોપ સિંગર રિહાન્નાએ પણ પ્રી-વેડિંગ બેશમાં પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા છે. રિહાના અને અંબાણી પરિવાર પાર્ટી સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા.