Jamnagar News: જામનગરના કલેક્ટર બીજલ શાહને મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જામનગરના કલેક્ટર બીજલ શાહને મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે કલેક્ટર બીજલ શાહ તાત્કાલિક ગુરુ ગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. આ વાતની જાણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દોડી પહોંચ્યા હતા.
કલેક્ટર બી.એ શાહને માઇનર હાર્ટ એટેક આવ્યો હતો. માઈનર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. ICU વિભાગમાં તાત્કાલિક જિલ્લા કલેક્ટરને સારવાર અપાઈ રહી છે. જોકે, વહેલી સવારે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આગામી 24 કલાક સુધી જિલ્લા કલેક્ટરને ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે.