Kutch News: અબડાસામાં પ્રવાસનને વેગ આપવા છેલ્લા લાંબા સમયથી પિંગલેશ્વર બીચને વિકસાવવાની ચર્ચા ચાલતી હતી. ત્યારે હવે અંતે રાજ્યના પ્રવાસન વિભાગે પ્રથમ તબક્કે રૂપિયા 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બીચના વિકાસ માટે પ્રથમ તબક્કામાં 5 કરોડ રૂપિયા મંજુર કરાતા ટૂંક સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
અબડાસાના મુખ્ય મથક નલિયાથી 30 કિલોમીટરના અંતરે પ્રાચીન પિંગલેશ્વર મહાદેવનું મંદિર જ્યાં યાત્રાળુ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં આવે છે. મહાદેવના મંદિરેથી દોઢ કિલોમીટરના અંતરે સુંદર દરિયાકાંઠે પ્રવાસીઓ અને યાત્રાળુઓ પણ ફરવા જતા હોય છે ત્યારે બીચના વિકાસ માટે પ્રથમ તબક્કામાં 5 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા.
અબડાસા વિધાનસભાના ધારાસભ્યએ અબડાસાના પિંગલેશ્વર દરિયાકાંઠે સુવિધાઓ ઊભી કરવા માટે દરખાસ્ત કરી હતી જેને તાત્કાલિક અસરથી ફાળવવામાં આવેલી ગ્રાંટ બદલ ધારાસભ્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.