જાણો કોણ છે ભારતની સૌથી અમીર અભિનેત્રી.. આલિયા, દીપિકા નહીં પણ આ બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી

Desk Editor
By Desk Editor
Share this Article

Richest Actresses: બોલિવૂડની આ સુંદરીઓ કમાણીના મામલામાં કોઈથી ઓછી નથી, પરંતુ શું તમે બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી વિશે જાણો છો? તેની નેટવર્થ દીપિકા અને આલિયા કરતા વધુ છે.

દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટનું નામ દેશની સૌથી ધનિક અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં આવે છે, પરંતુ કમાણીની બાબતમાં ઐશ્વર્યા રાય બચ્ચન આ બંને સુંદરીઓ કરતાં ઘણી આગળ છે.

તે દેશની સૌથી અમીર અભિનેત્રી છે જેની કુલ સંપત્તિ કરોડોમાં છે. ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ લગભગ 776 કરોડ રૂપિયા છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને બ્રાન્ડ એન્ડોમેન્ટ દ્વારા દર વર્ષે 6 થી 7 કરોડ રૂપિયા કમાય છે. તે એક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે. તેમની વાર્ષિક આવક 80 થી 90 કરોડ રૂપિયાની આસપાસ છે.

આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પછી પ્રિયંકા ચોપરાનું નામ બીજા નંબર પર આવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર તેમની કુલ સંપત્તિ 620 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને કરીના કપૂર ખાનનું નામ છે જેની કુલ સંપત્તિ 517 કરોડ રૂપિયા છે.

Analysis: 2024માં ભાજપની ટિકિટ કોને મળશે..? કયા રાજ્યોમાં ચાલશે મોદી-શાહની કાતર? સમજો આ 4 મુદ્દાઓ

‘પઠાણ’ અને ‘જવાન’ પછી ‘ડંકી’ શાહરૂખની ત્રીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની, વિશ્વભરમાં કર્યું આટલું કલેક્શન

‘સોના કિતના સોના હૈ…’ ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે? 2,26,79,618 કિલોના માલિક કોણ છે?

દીપિકા પાદુકોણ 314 કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. GQના રિપોર્ટ અનુસાર અનુષ્કા શર્માનું નામ પાંચમા સ્થાને આવે છે, જેની કુલ સંપત્તિ 255 કરોડ રૂપિયા છે.


Share this Article