Life style News: બધા લોકો એવું વિચારે કે મહિલાઓને ઓનલાઈન શોપિંગ વધુ કરે, પરંતુ એક સર્વેમાં જાણવા મળ્યુ કે પુરૂષો વધુ ઓનલાઈન શોપિંગ કરે. આ સર્વે IIM-અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 25 રાજ્યોના 35,000 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેમાં જાણવા મળ્યું છે કે પુરુષો સરેરાશ ₹2,484 ઓનલાઇન શોપિંગ ખર્ચે છે જ્યારે સ્ત્રીઓ ₹1,830 ખર્ચે છે.
તેનો અર્થ એ કે પુરૂષો સ્ત્રીઓ કરતાં 36% વધુ ઓનલાઇન ખરીદી કરે છે. તમને જણાવી દઈએ કે, આઈઆઈએમએના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા રવિવારે “ડિજિટલ રિટેલ ચેનલ્સ એન્ડ કન્ઝ્યુમર્સઃ ધ ઈન્ડિયન પર્સપેક્ટિવ” શીર્ષકથી એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો.
47% પુરૂષો અને 58% મહિલાઓ કપડા ખરીદે
એક રિપોર્ટ જણાવે છે કે 47% પુરૂષો અને 58% મહિલાઓ ઓનલાઈન કપડા ખરીદે છે, જ્યારે 23% પુરૂષો અને 16% મહિલાઓ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદે છે. રિપોર્ટ અનુસાર, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મોટા શહેરોની સરખામણીમાં જયપુર, લખનૌ, નાગપુર, કોચી જેવા નાના શહેરોના લોકો ઓનલાઈન ફેશન પર 63% વધુ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર 21% વધુ ખર્ચ કરે છે.
નાના શહેરો માં લોકો ફેશન અને કપડાંની ખરીદી પર માથાદીઠ સૌથી વધુ ખર્ચ કરે છે. જોકે, રિપોર્ટ અનુસાર, એક્સક્લુઝિવ શોપિંગ કરનારા મોટાભાગના લોકો મધ્યમ અથવા મોટા શહેરોમાંથી આવે છે.
લોકો ફેશન અને કપડાં પર વધુ ખર્ચ કરે
રિપોર્ટ અનુસાર, નાના શહેરો ના લોકો ફેશન અને કપડાં પર વધુ ખર્ચ કરે છે. જ્યારે મોટા શહેરોમાં લોકોએ ₹1,119 ખર્ચ્યા હતા, જ્યારે નાના શહેરોમાં લોકોએ ₹1,870, ₹1,448 અને ₹2,034 ખર્ચ્યા હતા. મોટાભાગના લોકો 87% ડિલિવરી પર રોકડનો ઉપયોગ કરે છે.
ઓનલાઈન શોપિંગના બે સૌથી મોટા કારણો
યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના પેપર લીક કેસની તપાસ થશે, બોર્ડે રચી તપાસ સમિતિ
ચૂંટણી પંચે ક્રિકેટર શુભમન ગિલને પંજાબનો ‘સ્ટેટ આઈકોન’ બનાવ્યો, આ કારણ આપ્યું
ખેડૂત આંદોલન સમાપ્ત થશે કે ચાલુ રહેશે? આજે સાંજે બધું ક્લિયર થઈ જશે, નેતાનું મોટું નિવેદન
રિપોર્ટ અનુસાર, ઓનલાઈન શોપિંગના બે સૌથી મોટા કારણો, ઓછા પૈસામાં સારી વસ્તુઓ મેળવવી અને સરળ પ્રક્રિયા. મોટાભાગના લોકો માત્ર ₹2,000 સુધીનો ખર્ચ કરે છે, જે દર્શાવે છે કે લોકો ઓછા ખર્ચે ઓનલાઈન સામાન ખરીદવા માંગે છે. CDTના ચેરપર્સન પંકજ સેટિયાએ કહ્યું કે ‘2020 પછી, રોગચાળાને કારણે ઓનલાઈન શોપિંગ વધ્યું છે.’