Life Style News: આપણે ત્યાં મોટાભાગના લોકોને ડિનર કરતી વખતે ટીવી જોવાની આદત હોય છે. ત્યારે ભારતીય સ્ટડીમાં ઘણા મજેદાર ખુલાસા થયા છે. અમેઝૉન નીલ્સન આઈક્યૂ નામની કંપનીએ પોતાના દર્શકો વિશે જાણકારી મેળવવા માટે એક રિસર્ચ કરાવ્યું છે.
રિસર્ચમાં શું ખુલાસો થયો?
રિસર્ચમાં જાણકારી મળી હતી કે મોટાભાગના લોકો ઓનલાઈન કન્ટેન્ટ પોતાના સ્માર્ટફોન, ટેબલેટ અથવા લેપટોપ પર જોવાના બદલે સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ સ્ટિક અથવા સેટ-ટોપ બોક્સના માધ્મયથી ટીવી જોવાનું પસંદ કરી રહ્યાં છે.
ડિનરના સમયે ભારતીયો શું જોવે છે?
સર્વે અનુસાર, લગભગ 78 ટકા લોકો ફિલ્મો અને સીરિયલ જોવાનું પસંદ કરી રહ્યાં છે. નાની સ્ક્રીન એટલે કે મોબાઈલ કે લેપટોપમાં જોવાના બદલે લોકો ટીવી જોવે છે. વિકેન્ડમાં તો લોકો 5 કલાકથી વધારે સ્ટ્રીમિંગ કરી રહ્યાં છે. જ્યારે અઠવાડિયાના અન્ય દિવસોમાં 3 કલાક જેવું ટીવી જોવે છે. ખાસ વાત એ છે કે, 97 ટકા લોકો રાતના જમવાના સમયે ઓનલાઈન ટીવી જોવાનું પસંદ કરે છે.
કેવા પ્રકારનું કન્ટેન્ટ ગમે છે?
આ સિવાય એક ખુલાસો એ પણ થયો કે, લોકો વધારે મસ્તી મજાક વાળુ જોવાનું વધારે પસંદ કરે છે. જે બાદ ખેલ, થ્રિલર, રોમાંસ, ડરાવણી ફિલ્મો, વિદેશી સિરિયલ જોવાનું લોકો પસંદ કરી રહ્યાં છે. ટીવી પર સારી તસવીરો અને અવાજ સારો મળતો હોવાથી લોકો ઓનલાઈન ટીવી જોવાનું પસંદ કરી રહ્યાં છે. સાથે જ લોકો OTT પ્લેટફોર્મ અને ઓનલાઈન સોર્સના માધ્યમથી ટીવી જુએ છે.