Gujarat News: શ્રી રામ ઘર આયે… ગીતા રબારીએ આ ગીતે પોતાની ઓફિશિયલ યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરતા વેંત જ લોકો મોજમાં આવી ગયા છે. કેમ કે ગીતાબેનનો અવાજ હોય અને પ્રભુ શ્રી રામનું ગીત હોય તો પછી થોડું કંઈ ઘટે. ત્યારે આજે આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે અને કલાકોમાં જ હજારો લાખો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આજે વાત કરવી છે આ ગીત લખનાર કવિયીત્રી અને ગુજરાતમાં મોટું નામ ધરાવતી યુવતી સુનિતા જોશી પંડ્યા વિશે. છેલ્લા ઘણા સમયથી લેખન ક્ષેત્રે એમનો અલગ જ મોભો અને સિદ્ધિ છે.
હાલમાં ગાંધીનગર ખાતે પોતાના પરિવાર સાથે રહેતી સુનિતા આમ તો હાઉસ વાઈફ છે. ઘરની અને બે સંતાનની જવાબદારી સંભાળવાની સાથે સાથે ગુજરાતી સાહિત્ય માટે પણ અઢળક રચનાઓ એમણે પ્રદાન કરી છે. અનેક કવિતાઓ, ગઝલો, શાયરી અને બૂક દ્વારા વાંચકોએ એમને વધાવી છે. સુનિતા છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગીતો અને ગઝલો દ્વારા ઘરે ઘરે પોતાના નામનો ડંકો વગાડી ચૂકી છે. પરંતુ શ્રી રામ ઘર આયે… ગીત એમના માટે એક સ્પેશિયલ ગીત છે.
છેલ્લા 500 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યા રામ મંદિરમાં પ્રભુ શ્રી રામ મંદિરમાં પ્રસ્થાન કરવાના છે. આખા દેશમાં અને દુનિયામાં હરખ ક્યાંય સમાતો નથી. ત્યારે સુનિતાનું આ ગીત અને ગીતાબેનના અવાજનો જાદુ પણ આખા દેશમાં ગુંજશે એમાં કોઈ શંકા નથી. સુનિતા જણાવે છે કે આ ગીત આમ તો 2021માં જ લખાય ગયું હતું. જ્યારે અયોધ્યા માટે ઘરે ઘરે ફાળો લેવામાં આવતો હતો ત્યારે હું ડિશા ખાતે રહેતી હતી. મારા ઘરે પણ પુજ્ય લોકો ફાળો લેવા માટે આવ્યા અને મારા મગજમાં ક્લિક થઈ કે પ્રભુ શ્રી રામ મારા ઘરે આવ્યા છે અને ગીતનું ટાઈટલ બની ગયું શ્રી રામ ઘર આયે…
સુનિતા જોશી ખૂદ પણ પહેલા એક સિંગર જ હતા. 2008થી લઈને 2011 સુધી અનેક ગીતો ગાયા છે. ત્યારબાદ તેમના લગ્ન થયા અને ગાવાનું છૂટી ગયું. જો કે સુનિતા જણાવે છે કે હવે ખૂબ જ ટૂંક સમયમાં હું ફરીથી ગાવાનું શરૂ કરી રહી છું. શ્રી રામ ઘર આયે… ગીતના શુટિંગની વાત કરીએ તો લગભગ એક અઠવાડિયા પહેલા જ કરવામાં આવ્યું છે. ગીતનું રેકોર્ડિંગ આમ તો 2-3 વખત કર્યું. કારણ કે મ્યુઝિક બરાબર ન આવવાના કારણે 3 વખત પછી ફાઈનલ રેકોર્ડિગ કર્યું. કારણ કે આખો દેશ આ ગીતને સાંભળશે તો સ્વાભાવિક છે કે પરિણામ પણ એવું જ આપવું પડે. હાલમાં આ ગીત આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે.
શ્રી રામ મંદિર, યોગી આદિત્યનાથ અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ રાતોરાત તસાપમાં લાગી
નવા વર્ષ પર સૌથી પહેલાં અને સૌથી સારા સમાચાર, LPGના ભાવમાં મોટો ઘટાડો, જલ્દી જણી લો નવા ભાવ
5 વર્ષના બાળ સ્વરૂપ, 51 ઇંચ લંબાઈ અને વાદળી પથ્થરનો ઉપયોગ, આવી હશે ભગવાન શ્રી રામની પ્રતિમા
આ ગીતના શબ્દો અને કમ્પોઝ કરનાર તરીકે સુનિતા જોશી પંડ્યાએ રોલ નિભાવ્યો છે. તો વળી ગીત ગાનાર ગીબાતેન રબારીને આખી દુનિયામાં પરિચયની કોઈ જરૂર નથી. મ્યુઝિક આપનાર મૌલિક મહેતાએ પણ લોકોને નાચવા માટે મજબૂર કરી દે એવું મ્યુઝિક આપ્યું છે. તેમજ પ્રોડ્યુસર તરીકે પૃથ્વી રબારીનો રોલ છે.