ગળામાં સર્જરી, 40 કરતાં વધારે અવાજનો જાદુ….. અવાજની દુનિયામાં આખા ગુજરાતમાંથી એકલી ખુશાલીનો દબદબો!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Ahmedabad News: કાર્ટુન અને ગેમિંગ વોઈસની વાત આવે એટલે ગુજરાતમાં એક જ નામ સામે આવે અને એ એટલે કે ખુશાલી વ્યાસ. આમ તો લોકોને ટેલેન્ટ રજૂ કરવાના માધ્યમોમાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે. ખુશાલી વ્યાસ એક એવી જ કાર્ટુન વોઈસ આર્ટિસ્ટ છે કે જે અવાજની દુનિયામાં પોતાનો ડંકો વગાડી રહી છે.

ખુશાલીની જર્નીની વાત કરીએ તો નાનપણથી જ ચેન- ચાડા પાડતી હતી અને મજા માણતી હતી. ત્યારબાદ રેડિયોમાં ઈન્ટરશીપ કરી હતી સાથે સ્ટુડિયોમાં જવાની શરૂઆત પણ કરી હતી. કહેવાય છે કે સફળતા તરત અને તરત જ મળી જતી નથી. સફળતાની પાછળ ઘણા વર્ષોનો સમય લાગે છે. એ જ રીતે અવાજની દુનિયામાં ઘણી મુશ્કેલીનો સામનો કરીને ખુશાલી વ્યાસ પણ આજે આગળ પડતું નામ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Khushali Vyas (@khushalivyas)

ખુશાલી વ્યાસ 40 પ્લસ કાર્ટુન વોઇસ કડતા આવડે છે. સૌથી વધારે સિંચેન અને લીટલ ક્રિષ્નાનો અવાજ કાઢવાનું સારું લાગે છે અને ફોલોવર્સ પણ આ વોઇસ સૌથી વધારે પસંદ કરે છે. સિંચેન અને બાલ હનુમાનના ચાહકો વધારે છે. સોશિયલ મીડિયામાં 30 દિવસની અંદર 30,000 કરતાં વધારે ફોલોવર્સ વધ્યા છે.

ખુશાલી વ્યાસની વાત કરીએ તો રેડિયો મિર્ચીની અંદર પણ કામ કર્યું છે. સાથે જ ગેમિંગની અંદર 400થી વધારે વોઇસ આપ્યા છે. યુનિવર્સિટીમાં લેક્ચર પણ લેવા માટે જાય છે. મુંબઈની અંદર વોઇસઆર્ટિસ્ટ સૌથી વધારે જોવા મળે છે પરંતુ ગુજરાતની અંદર ખુશાલી વ્યાસ એકલાનું જ આટલું મોટું કામ છે. જો કે હવે સતત વધારો પણ જોવા મળી રહ્યો છે, ખુશાલી રોજના બે કલાકના શો પણ કરે છે. અમદાવાદની અંદર મોટો પ્રોજેક્ટ લાવવાનો પ્રયાસ ચાલુ છે એવું પણ ખુશાલીનું કહેવું છે.

ખુશાલી ગળા વિશે વાત કરતાં કહે છે કે ગળુ સારું રાખવા માટે ખાવા પીવામાં સતત ધ્યાન રાખવું પડે છે. મે સર્જરી કરાવેલી છે. જેની અંદર ઠંડી વસ્તુ ના ખાઈ શકે. તો વળી બરફ વાળી જેવી કે વસ્તુ ગોલા, આઈસ્ક્રીમ વગેરે ખાવાનું પણ બંધ રાખવું પડે છે. મનગમતી વસ્તુ ખાવા પર અને મનપંસદ પીણા પીવા પર પણ પ્રતિબંધ રાખવો પડે છે. વધારે પડતી ગરમ વસ્તુ ખાવા-પીવાનું રાખવું પડે છે.

ખુશાલી વ્યાસ આ ફિલ્ડને આગળ વધારવા માટે વર્કશોપ ચાલુ કરવાના છે. પ્રયત્નો પણ ચાલુ છે. ખુશાલી વ્યાસ સ્ટુડિયોમાં 35 અલગ અલગ આર્ટિસ્ટ છે. જે દરેક ભાષાની અંદર વોઇસ ઓવર કરે છે. ખુશાલી વ્યાસનો પહેલો વિડિયો વાયરલ થતા તેમની અંદર પ્રોત્સાહન આવ્યું હતું અને વીડિયોની અંદર 5.5 લાખ વ્યુ આવ્યા હતા. ખુશાલી વ્યાસે એમડીસી જનરલિઝમનો કોર્સ કર્યો છે. સાથે સાથે ડીએનએમાં પણ જોબ કરી છે. ખુશાલી વ્યાસના બે બિઝનેસ છે 1 વોઇસ tyun ઇન્ડિયા(vti) 2. the q છે. ખુશાલી વ્યાસનું માનવું છે કે આના જેવી ફ્રીડમ ક્યાંય પણ નથી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly