Politics News: ભોપાલમાં માનવ સમાધાન પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર ભોપાલ લોકસભા સીટ માટે નોમિનેશન ફાઇલ કરવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂ. 24,000 ની કિંમતની બોરી લાવ્યા હતા. મતગણતરી વખતે પણ મતદાન કર્મચારીઓને પરસેવો વળી ગયો હતો. નોંધનીય છે કે નોમિનેશન દરમિયાન ઉમેદવારે 25 હજાર રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવવાની હોય છે.
આવી સ્થિતિમાં આ વ્યક્તિ 24,000 રૂપિયા સિક્કા અને 1000 રૂપિયાની નોટ સાથે નોમિનેશન ફાઇલ કરવા આવ્યો હતો. સંજય કુમાર જ્યારે રિટર્નિંગ ઓફિસરની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમની બોરીમાં એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા હતા. આ પછી કર્મચારીઓએ ચિલરની ગણતરી શરૂ કરી, જેમાં તેમને અડધા કલાકથી વધુ સમય લાગ્યો.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
આ પહેલા શુક્રવારે પણ એસયુસીઆઈના ઉમેદવાર ચંદન ભટનાગર પણ 6,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ લઈને પહોંચ્યા હતા. હાલમાં ભોપાલ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો એકત્રિત કરવાની અને સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારો પાસે 19 એપ્રિલે બપોરે 3 વાગ્યા સુધી નોમિનેશન ફાઇલ કરવાનો સમય છે.