Gujarat News: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે. ગુજરાતની ચૂંટણી તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના દિવસે તમામ 26 બેઠકો પર મતદાન થશે. જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 12 એપ્રિલ આપવામાં આવી છે. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રાખવામાં આવી છે. ફોર્મ ચકાસવાની તારીખ 20 એપ્રિલ નક્કી કરાઈ છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ છે.
સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને મતદાન થશે
સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.
25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.
20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.
ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.
બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થશે
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.