Gujarat News: ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 નામોની જાહેરાત કરી હતી. હવે બીજી યાદી આવતાં જ 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં કુલ 32 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક છે.
પેટાચૂંટણીમાં કોને મળી તક?
ગુજરાત
વિજાપુર- ચતુરસિંહ જવાનજી ચાવડા
પોરબંદર- અર્જુનભાઈ દેવભાઈ મોઢવાડીયા
માણાવદર- અરવિંદભાઈ જીણાભા લાડાણી
ખંભાત- ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ
વાઘોડિયા- ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા