PM મોદી-અમિત શાહ ક્યાંથી ચૂંટણી લડશે? 4 કલાકની બેઠકમાં નામ ફાઇનલ, 100 ઉમેદવારોની યાદી આવે એટલી જ વાર!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Politics News: આ મહિને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તમામ પક્ષોએ તેમના પત્તાં ખોલવાનું શરૂ કરી દીધું છે. ભાજપ શુક્રવારે (1 માર્ચ) બપોર સુધીમાં તેના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી શકે છે. લિસ્ટમાં 100થી વધુ નામ સામેલ થઈ શકે છે. શાસક પક્ષ દ્વારા પ્રથમ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધી તમામનો સમાવેશ થઈ શકે છે.

વાસ્તવમાં બીજેપીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની ચાર કલાક સુધી બેઠક થઈ, ત્યારબાદ કેટલીક મોટી સીટો માટે ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ મીટિંગ લગભગ 10.50 વાગ્યે શરૂ થઈ હતી અને 3 વાગ્યા પછી પૂરી થઈ હતી. તમને જણાવી દઈએ કે આ ચાર કલાકમાં બીજેપી સેન્ટ્રલ કમિટીની બેઠકમાં કયા રાજ્યોની કઈ લોકસભા સીટો પર ચર્ચા થઈ હતી.

કયા રાજ્યોની બેઠકો પર ચર્ચા થઈ?

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, ઓડિશા, મણિપુર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને આંદામાનની બેઠકો અંગે ચર્ચા કરી હતી. ચૂંટણી સમિતિની બેઠક પહેલા ત્રિપુરા પર પણ ચર્ચાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર-પૂર્વીય રાજ્યની બેઠકો પર કોઈ ચર્ચા થઈ ન હતી. આ રીતે એકંદરે 14 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા બેઠકો પર મંથન થયું છે.

પ્રથમ યાદીમાં કોને ટિકિટ મળી શકે છે?

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થઈ શકે છે. તેમાં મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓના નામ હોઈ શકે છે. પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે છે. લખનૌથી રાજનાથ સિંહ, ગાંધીનગરથી અમિત શાહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, સબલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, ગ્વાલિયરથી જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ, પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી શકે છે.

રણવીર પહેલા 6 જગ્યાએ મોં મારી ચૂકી છે દીપિકા, ધોનીથી લઈને યુવરાજ સુધીના સાથે અફેર, પટેલનું નામ સાંભળી ચોંકી જશો.

માર્ચમાં કમોસમી વરસાદ બાદ ફરીથી ઠંડી લોકોને ધ્રુજાવશે, કરોડો ગુજરાતીઓ માટે અંબાલાલની હાજા ગગડાવતી આગાહી

જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આ સિવાય ભિવાની બલ્લભગઢથી ભૂપેન્દ્ર યાદવ, ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ, રાજૌરી-અનંતનાગથી રવિન્દ્ર રૈના, કોટાથી ઓમ બિરલા, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી અને પશ્ચિમ દિલ્હીથી પરવેશ વર્માને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly