દેવ પગલી અને હકાભા ગઢવી ભાજપમાં જોડાયા, મોદી-યોગી-શાહના પેટ ભરીને વખાણ કર્યા, જાણો શું કહ્યું

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: જાણીતા ગાયક અને અલગ જ અંદાજમાં પોતાનું ગીત લઈને આવતા દેવ પગલી પણ ભાજપમાં જોડાયા છે. તેણે પાર્ટીમાં જોઈન કરીને તરત જ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, જે રામના નહી અને જે ભાજપને મત નહિ આપે એ દેશદ્રોહી છે. મોદી, શાહ અને યોગી બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનો અવતાર છે. હવે દેવ પગલીનું આ નિવેદન પણ ચારેકોર ચર્ચામાં છે.

એ જ રીતે પોતાની કોમેડીથી લોકોને અલગ જ અંદાજમાં ખડખડાટ હસાવતા હકાભાએ પણ કેસરિયા કર્યા છે. હકાભાએ ભાજપમાં જોડાઈને વાત કરી કે રામને લાવ્યા એટલે ભાજપનો સાથ આપવો પડે. વરસાદ આવવાની પહેલાં પવન આવે એ રીતે હાલ પવન છે. ચૂંટણી પરિણામમાં વરસાદ આવશે. રામને લાવ્યા છે તો રામ 400 પાર કરાવશે. ત્ચારે હાલમાં આખા ગુજરાતમાં હકાભા અને દેવ પગલીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી સાથે રાજ્યની વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ છ બેઠકો ખાલી છે, પરંતુ ચૂંટણી પંચે જૂનાગઢની વિસાવદર બેઠક સિવાયની પાંચ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરી છે. આ બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે.

હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી

એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!

ભારતમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ, કારની ટાંકી ફૂલ કરવામાં સીધા 500 રૂપિયા બચી જશે, જાણો ભાવ

પંચના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારોના નામાંકન પત્રોની ચકાસણી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે. આ પછી 22મી એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ પછી, લોકસભા ચૂંટણીની સાથે 7 મેના રોજ આ પાંચ બેઠકો માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતની આ વિધાનસભા બેઠકો ધારાસભ્યોના રાજીનામાના કારણે ખાલી પડી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly