Gujarat News: હાલ સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪નો માહોલ જોવા મળી રહ્યો છે. ૭ મેના રોજ લોકસભા ચૂંટણી-૨૦૨૪ના ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં મતદાન યોજાયું હતુ. ત્યારે લોકશાહીના મહાપર્વમાં મહા કવરેજમાં લોક પત્રિકા દૈનિક હંમેશાની જેમ નંબર-૧ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની 25 બેઠક ઉપરના નાનાથી લઈને મોટી તમામ સમાચારો લોક પત્રિકાએ વાંચકો સુધી પહોંચાડયા છે.
‘વ્યૂઝ નહીં માત્ર ન્યૂઝ’ના સ્લોગન સાથે ચાલતા લોક પત્રિકા દૈનિકે દરેક ગુજરાતીઓનું દિલમાં એક અલગ સ્થાન બનાવી રાખ્યું છે. એટલે જ જ્યારે સમાચારમાં સચોટ, તથ્ય અને સાચી માહિતીની વાત આવે ત્યારે ગુજરાતીઓ પહેલા લોક પત્રિકા દૈનિકની પસંદગી કરી રહ્યા છે. અને આજે વધુ એક વખત મતદાનનું મહાકવરેજ આપીને લોક પત્રિકા દૈનિક નંબર-૧ની હરોળમાં આવી ગયું છે.
લોકસભા ચૂંટણી-૨૦૨૪ના ત્રીજા તબક્કામાં ગુજરાતની જનતાને પળેપળની અપડેટ મળતી રહે તે માટે ગામડાથી લઈને ગાંધીનગર સુધી લોક પત્રિકાના ૬૦ રિપોર્ટર અને ૧૪ ફોટોગ્રાફરની ટીમો સ્થળ ઉપર હાજર રહી હતી. કોઈ ખોટી માહિતી અથવા અફવા લોકો સુધી ન પહોંચે તે માટે લોક પત્રિકાએ તેની ખરાઈ માટે પણ એક ખાસ ટીમ બનાવી હતી. દરેક માહિતીની ખરાય અને પુરતી વિગતો મેળવ્યા બાદ જ તેને સમાચારના રૂપમાં લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
8 મેના રોજ લોક પત્રિકા દૈનિક ન્યૂઝપેપરમાં લોકસભા ચૂંટણીનું ૬ પેજનું મહા કવરેજ આપવામાં આવ્યું છે. જેમાં નાનામાં નાની માહિતી વાંચકો સુધી પહોચાડવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાતં લોક પત્રિકા દૈનિકની વેબસાઈટ www.lokpatrika.in ઉપર પણ સવારે ૭ વાગ્યાથી લઈને રાત્રે ૧૧ વાગ્યા સુધી ચૂંટણીની દરેક અપડેટ વાંચકોને પહોંચાડવામાં આવી છે. લોક પત્રિકાના આ મહાકવરેજમાં રિપોર્ટર, ફોટોગ્રાફર, પ્રતિનિધિ, સબ એડીટર, કોપી એડીટર, લેખકો સહિતની ટીમનો સિંહ ફાળો રહ્યો છે. આ તમામ કામગીરી બાદ વહેલી સવારે દરેક વાંચક સુધી લોક પત્રિકા દૈનિકની કોપી પહોંચાડવામાં પેપર વિતરક ભાઈઓએ પણ મહત્વની ફરજ પુરી પાડી છે.
અત્રે નોંધનીય છે કે, પેઈડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, અફવા જેવી બાબતોને લોક પત્રિકાએ કોઈ દિવસ સ્થાન આપ્યું નથી. અને ભવિષ્યમાં આપશે પણ નહીં. લોક પત્રિકા દૈનિકનો હંમેશા એક જ હેતુ રહ્યો છે કે, લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચે.
ભારતીય મીડિયાની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લોક પત્રિકા મીડિયા હાઉસ પત્રકારત્વની શ્રેષ્ઠતા અને સામુદાયિક જોડાણના દીવાદાંડી તરીકે ઊભું છે. બે દાયકાથી વધુ સમયથી, આ પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાતનો અવાજ છે, રાજ્યના ઇતિહાસ, સંસ્કૃતિ અને આકાંક્ષાઓને અતૂટ સમર્પણ સાથે ક્રોનિક કરે છે. 2010 માં તેની નમ્ર શરૂઆતથી, લોક પત્રિકા એક મલ્ટીમીડિયા પાવરહાઉસ તરીકે વિકસિત થઈ છે, જેમાં દૈનિક મોર્નિંગ અખબાર, ડિજિટલ સમાચાર પ્લેટફોર્મ અને ઈ-પેપરનો સમાવેશ થાય છે. સત્ય, સચોટતા અને નિષ્પક્ષ રિપોર્ટિંગ પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, લોક પત્રિકાએ સમગ્ર ગુજરાત અને તેની બહારના લાખો વાચકોનો વિશ્વાસ અને આદર મેળવ્યો છે.
પત્રકારત્વની શ્રેષ્ઠતાનો વારસો
લોક પત્રિકાનો વારસો પત્રકારત્વની શ્રેષ્ઠતા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતામાં ઊંડે ઊંડે જડાયેલો છે. અનુભવી પત્રકારોની ટીમ, તેમની કલમો અને જુસ્સાથી સજ્જ, ગુજરાતના લોકો માટે મહત્વના મુદ્દાઓના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લેતા, સતત સમજદાર અને પ્રભાવશાળી અહેવાલ આપે છે. ઊંડાણપૂર્વકના સંશોધનાત્મક ટુકડાઓથી લઈને માનવીય રસની કરુણ વાર્તાઓ સુધી, લોક પત્રિકાએ પત્રકારત્વની અખંડિતતા અને નવીનતા માટે સતત ઉદાહરણ પુરા પાડ્યાં છે.
લોક પત્રિકાની પહેલ સમાચાર રિપોર્ટિંગની મર્યાદાઓથી ઘણી આગળ વધી છે. અખબારે અસંખ્ય સામાજિક કલ્યાણ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો છે, અવાજવિહીન લોકોના અવાજો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને સમાજની સુધારણામાં યોગદાન આપ્યું છે. લોક પત્રિકાના ઈ-પેપરને પણ ખૂબ જ લોકપ્રિયતા મળી છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
લોક પત્રિકા – વર્ષ 2010 માં ગુજરાતી દૈનિક અખબાર તરીકે શરૂ થયેલ, આજે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વંચાતા દૈનિક અખબારોમાંનું એક બની ગયું છે. રાજ્યના વિવિધ ભાગોના સમાચારોને આવરી લેવા ઉપરાંત, પ્રકાશન તેના વાચકો માટે વાસ્તવિક સમયમાં નવીનતમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અપડેટ્સ લાવવા માટે જાણીતું છે.