Politics News: ચૂંટણીનો માહોલ હવે દેશમાં બરાબર રીતે જામ્યો છે. ભાજપે પણ 2 લિસ્ટ જાહેર કરીને ઘણા ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. દેશના મોટાભાગના મતદારો આજે પીએમ મોદીના નામ પર જ વોટ કરે છે. ભાજપના ઉમેદવાર કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી? આવા સવાલો તમને પણ થતા હશે.
ત્યારે એક ન્યૂઝ ચેનલની મારફતે મેગાઓપિનિયન પોલ અનુસાર આજે 85 ટકા લોકોએ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપને મત આપે છે, પછી ભલે તેમના મતવિસ્તારના ઉમેદવાર કોઈ પણ હોય. જ્યારે લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપને મત આપો છો? તો જવાબમાં કંઈક આવા આંકડા બહાર આવ્યા હતા.
હા- 85%
ના- 11%
કંઈ કહી શકીએ નહીં – 4%
આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી દુનિયાભરના નેતાઓના એપ્રુવલ રેટિંગમાં સતત ટોપ પર છે. તેનું કારણ એ છે કે દેશની મોટી સંખ્યામાં લોકો તેમના કાર્યોની પ્રશંસા કરતા રહે છે. આ અંગે મેગા ઓપિનિયન પોલમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે પીએમ મોદી અને કેન્દ્ર સરકારના પ્રદર્શનથી કેટલા સંતુષ્ટ છો? તો તેનો જવાબ આ રીતે બહાર આવ્યો.
ખૂબ સંતુષ્ટ – 80%
ન તો સંતુષ્ટ કે ન તો અસંતુષ્ટ – 10%
અસંતુષ્ટ – 5%
ખૂબ જ અસંતુષ્ટ – 4%
કંઈ કહી શકીએ નહીં – 1%
જો આ રીતે જોવામાં આવે તો દેશના મતદારોનો મૂડ આ વખતે પીએમ નરેન્દ્ર મોદીને ફરી સત્તામાં જોવા માંગે છે. મેગા ઓપિનિયન પોલ 21 મોટા રાજ્યોમાં 518 લોકસભા મતવિસ્તારોને આવરી લેતા વ્યાપક સર્વે દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
સર્વે અનુસાર, બિહારમાં આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ગઠબંધન 38 સીટો જીતે તેવી શક્યતા છે. બાકીની બે બેઠકો કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I ગઠબંધનને મળી શકે છે. ચૂંટણીના અંતે શું પરિણામ આવે એ તો હવે સમય જ કહેશે.