Gujarat News: આજે સમગ્ર ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે અનેક નેતાઓ પણ ગુજરાતમાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં, યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજમાં, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં, મનસુખ માંડવિયા પાલિતાણામાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
અમદાવાદની બેઠકમાં પૂર્વના ઉમેદવાર પશ્ચિમ માટે અને પશ્ચિમ ઉમેદવાર પૂર્વ બેઠકમાં મતદાન કરશે. અમદાવાદ પૂર્વ બેઠકમાં લડતા એચ.એસ પટેલ પશ્ચિમ વિસ્તારના જશોદા નગરમાં મત કેન્દ્ર હોવાથી તેઓ પશ્ચિમ બેઠકમાં મતદાન કરશે. આ સાથે જ, પશ્ચિમ બેઠકમાં લડતા દિનેશ મકવાણા અમદાવાદ પૂર્વ બેઠકોમાં વસતા તેમનું મતદાન ક્ષેત્ર નરોડા જોવાથી તે અમદાવાદ પૂર્વ માટે મતદાન કરશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પણ શીલજ ખાતે મતદાન કરશે. આ વિસ્તાર પણ ગાંધીનગર બેઠકનો છે, આથી આનંદીબેન અમિત શાહ માટે મતદાન કરશે. આ સાથે જ, રાજકોટ અને પોરબંદર બેઠક પરથી લડતા કેન્દ્રીય મંત્રી ક્રમશ: મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા પણ અન્ય ઉમેદવાર માટે મતદાન કરશે.
રાજકોટથી લડતા પરશોત્તમ રૂપાલાનું મતદાન કેન્દ્ર અમરેલી જિલ્લાનું ઇશ્વરિયા ગામ છે. ઇશ્વરિયા ગામ અમરેલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી અમરેલી બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે. આ ઉપરાંત, પોરબંદર બેઠક પરથી લડતા ડો મનસુખ માંડવીયા પણ ભાવનગરના પાલીતાણાનાં અનોલ ગામ ખાતે મતદાન કરશે. અણોલ ગામ ભાવનગર બેઠકમાં હોવાથી માંડવીયા ભાવનગરના ઉમેદવાર માટે મતદાન કરશે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
પ્રધાનમંત્રી મોદી રાણીપની નિશાન સ્કુલ ખાતે મતદાન કરશે, જોકે રાણીપ વિસ્તાર ગાંધીનગર બેઠકનો મત વિસ્તાર છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રથી ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી તેમના માટે મતદાન કરશે.