મહેસાણાના હેબૂવા ગામે આવેલ ONGCની શોભાસણ વેલ નંબર ૧૦૭ પર બે શખ્સો દ્વારા ક્રિસમસ ટ્રીમાંથી બેક પ્રેશર પાઇપ કાપવાનો પ્રયાસ કરાયો હતો. જે પાઇપના બીજા છેડાને ૧૦ ફૂટ જેટલો કાપી લઈ સરકારી સંપત્તિની ચોરી કરવાના પ્રયાસ સાથે ક્રૂડ ઓઈલનો વેડફાટ કરાઈ રહ્યો હતો.
એ જ સમયે ONGCના સુરક્ષા કર્મી હરદેવ દેવશીભાઈ ગાજણોતર આવી પહોંચતા બે શખ્સો ભાગી છૂટ્યા હતા. જે બન્ને વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહેસાણાના હેબુવા ગામની સીમમાં આવેલ શોભાસન વેલ નંબર ૧૦૭ પર ૮મી ઓગસ્ટની રાત્રીના સમયે કોઈ ઘુસી આવ્યું હોવાની બાતમી મળતા ONGCના સુરક્ષા નિરીક્ષક તેમની ટીમ સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. સુરક્ષા કર્મીઓએ આ ઘટના જોતા હેબુવા ગામનો વિક્રમ મંગાજી ઠાકોર અને તેની સાથેનો એક શખ્સ બન્ને જણા સુરક્ષા કર્મીને જોઈ ભાગી છૂટ્યા હતા.
જોકે સુરક્ષા નિરીક્ષકે સ્થળ પર તપાસ કરતા ગેરકાયદેસર રીતે બન્ને શખ્સોએ સરકારી તેલના કુવા પર પ્રવેશ કરી ક્રૂડ ઓઇલની ચાલુ લાઈન હોવા છતાં જોખમ ઉભું કરી તેની ક્રિસમસ ટ્રીમાંથી નીકળતી બેક પ્રેશર પાઇપને કાપવાની કોશિષ કરી હતી. જ્યારે તેના બીજા છેડેથી ૧૦ ફૂટ પાઇપ કાપી લીધી હતી. જેને કારણે કેટલુંક ક્રૂડ ઓઈલ વેડાયું હતું.
આ પાઈપ કાપવાના કારણે સરકારી સંપત્તિને અંદાજે 5 હજાર જેટલું નુકસાન કરવામાં આવતા તે બન્ને શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
ONGCના વેલ પર ચોરી કરવા આવેલા શખ્સોએ ચાલુ ક્રૂડ ઓઇલની લાઈન કાપતા મોટો અકસ્માત થવાનું જોખમ રહ્યું હતું. ચાલુ લાઈનમાં જ્વલનશીલ ગેસ અને ઓઇલ હોઈ તે સળગી ઉઠવાની શકયતા રહેતી હોય છે. આમ ચોરીના ઇરાદે કે અજ્ઞાનતામાં કુવાની લાઈનોને નુકસાન કરવામાં આવે તો મોટો અકસ્માત થઈ શકે છે. ત્યારે ચોરી કરવા આવેલ શખ્સોની સાથે સાથે આસપાસ રહેતા લોકોને પણ મોટું નુકસાન થઈ શકે છે.