જ્યારે આપણે આજના યુવાનોને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આજના સમયમાં લોકો આપણી ભાતીગળ સંસ્કૃતિ તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે.
એવામાં એક યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવીને લોકોને એક નવી દશા અને દિશા સીંધાડી ઉત્તમ સંદેશો આપ્યો છે જે હવે ચારેકોર વાયરલ થઈ રહ્યા છે.
આ અનોખું ફોટોશૂટ અમરેલીના સાઈબર ક્રાઇમમાં સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલીયાએ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
પોતાના લગ્ન પ્રસંગે આવું ખાસ પ્રકારનું પ્રિવેડિંગ ફોટોશુટ કરવું એ એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
આજના સમયમાં કપલો જોઈએ તો સ્ટુડિયોવાળા પાસે મોર્ડન ફોટોશૂટ કરાવે છે. સાથે વેસ્ટ્ન કપડાંઓ પણ જોવા મળતા હોય છે.
જ્યારે આ યુગલે ગામડાની શૈલી એટલે કે પારંપારિક પહેરવેશ પહેરીને દેશી રીતે ખેતરે વાડીમાં જ ફોટોશૂટ કરાવીને બધાના મન મોહી લીધા છે.
તમે ફોટો જોઈ શકો છો કે, ફોટોશૂટ કરવા માટે જૂના લીંપણવાળા ઘર, ખેતર વચ્ચે કરાવ્યું છે.
આજે એવો સમય આવીને ઉભો રહ્યો છે કે પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખો રૂપિયાથી પણ વધારે થઈ જતો હોય છે.
પરંતું આ યુગલે એવો આઈડિયા અપનાવ્યો કે માત્ર ફોટોઝ પડાવવાનો જ ખર્ચો આવ્યો હશે, કારણ કે કપડાં અને વાડી તો પોતાના ઘરના જ છે.
આ સાથે જ તેમને કંકોત્રી પણ ખાસ બનાવી જેમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આપી છે. જે 27 પેજની છે. આ કંકોત્રી કરતા બન્ને કપલના ફોટોશૂટ ખુબ જ આર્કષક છે. ત્યારે હવે આ ફોટો ભારે વાયરલ કરવામાં આવી રહ્યા છે.