Election News: ચૂંટણી પહેલા ‘આપ’ સરકારને આંચકો લાગવાના મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પહેલા ચંદીગઢના આમ આદમી પાર્ટીના મેયરે પાર્ટીને અલવિદા કહી દીધું છે.
AAP કાઉન્સિલર લખબીર સિંહ ભાજપમાં જોડાયા છે. પ્રાપ્ત સમાચાર મુજબ, કાઉન્સિલર લખબીર સિંહ કિરણ ખેરની હાજરીમાં બીજેપી પાર્ટીમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે આ મહિને ચંદીગઢમાં નવા મેયર માટે ચૂંટણી યોજાવાની છે, જેનું લિસ્ટ ફાઈનલ થયું નથી.
આમ આદમી પાર્ટીના નેતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર લખબીર સિંહ બિલ્લુ આજે ચંદીગઢ મેયરની ચૂંટણી પહેલા શહેર ભાજપમાં જોડાયા છે. હવે, ભાજપ પાસે MC હાઉસમાં 16 મત જેમાં 15 કાઉન્સિલર અને એક હોદ્દેદાર સભ્ય એટલે કે સાંસદ, AAP 12, કોંગ્રેસ સાત અને SAD પાસે એક છે.
મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની જગ્યાઓ માટે એક અઠવાડિયામાં મતદાન થવાની ધારણા છે. લખબીર સિંહ બિલ્લુ વર્તમાન MC ટર્મમાં બીજેપીમાં જોડાનાર અન્ય પાર્ટીઓના ત્રીજા કાઉન્સિલર છે. આ પહેલા કોંગ્રેસના કાઉન્સિલર દેવિંદર સિંહ બાબલા અને ગુરચરણ સિંહ શાસક પક્ષમાં જોડાયા હતા.