બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. ત્યારે બાબા ગુજરાત આવે એ પહેલા જ વિવાદ શરૂ થયો છે અને હવે શંકરસિહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આપણાં દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. ભાજપ ખોટા ચમત્કારના નામે નાટક કરે છે, વૈજ્ઞાનિક યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય.
સાથે જ સુરતના એક હીરાના વેપારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. બિઝનેસમેન જનક બાબરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, જો બાબા તેમના દરબારમાં હીરાના પેકેટની અંદર કેટલા હીરા છે તે બધાની સામે જણાવશે તો તેઓ તેમને બે કરોડ રૂપિયાના હીરા ગિફ્ટ કરશે.
આ પણ વાંચો
9 Best Places: ઉનાળું વેકેશનમાં ફરવા જવું હોય તો ગુજરાતમાં જ આ શ્રેષ્ઠ 9 સ્થળોએ આંટો મારી આવો
Phone Blast: બેટરી ખરાબ હોય તો સરખી કરી લેજો, 70 વર્ષના દાદા બેઠા હતા અને અચાનક જ ફોન ફાટ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપનાર આ હીરા ઉદ્યોગપતિને ચેલેન્જને લગતા પ્રશ્નો પૂછ્યા. આના પર ફરી એ જ વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે જો બાબામાં દૈવી શક્તિ હશે તો તેઓ તેમની સામે પાંચ-સાત કેરેટના હીરાના પેકેટ લઈ જશે. જો બાબા કહે કે પેકેટની અંદર કેટલા હીરા છે, તો તે બધા હીરા તેમના ચરણોમાં અર્પણ કરશે અને તેમની દૈવી શક્તિનો સ્વીકાર કરશે.