Big Breaking: “હવે તો એક ડઝન પણ નથી બચ્યાં…” વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનું રાજીનામું, ફરી જોડાશે ભાજપના ભરતી મેળામાં

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

રાજ્યમાં આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો.

Breaking News: મમતા-ભગવંત માન બાદ નીતિશ કુમારની પણ કોંગ્રેસ પર નજર, નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા, જાણો કારણ

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરને પાર… પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ ભાવ

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર, સદી પછી સદી ફટકારી રહેલા આ બેટ્સમેનને મળી તક, ટીમ ઈન્ડિયામાં સામેલ?

ધર્મેન્દ્રસિંહે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપતા હવે આ બેઠક પરથી ફરી પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જ હતા ત્યારે હવે ફરીથી ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.


Share this Article