Knowledge News: આજે પણ ગામડાઓના અમૂક ઘરના ખૂણામાં નાના એવા બલ્બ ઝગમગતા હોય છે. મતલબ કે, બલ્બ ચાલુ હોય છે પરંતુ પૂરતો પ્રકાશ આપી શકતા નથી. આવા બલ્બને ઝીરૉ વૉટનો બલ્બ કહેવાય છે. પરંતુ સવાલ એ છે કે, ઝીરૉ વૉટનો બલ્બ છે તો પ્રકાશ કેવી રીતે આપે છે?
સૌથી પહેલા એ જણાવી દઇએ કે, શૂન્ય વૉટથી કોઇપણ લાઇટિંગ શક્ય નથી. એટલે બલ્બના પ્રકાશ પર આધાર હોય છે કે, તે કેટલા વૉટનો છે. ઓછા પ્રકાશ માટેનો બલ્બ પણ 5 વૉટ સુધીનો હોઇ શકે છે પરંતુ પ્રકાશ માત્ર 0.25 સુધીનો આપતો હોય એવું પણ બને છે.
બીજો પ્રશ્ન એ છે કે, તો આ બલ્બને ઝીરો વૉટનો બલ્બ શા માટે કહેવાય છે? તો મીડિયા રિપોર્ટ અનુસાર પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતા વીજળીના મીટર ઇલેક્ટ્રો-મેગ્નેટિક એનર્જી મીટર હતા. જો વિદ્યુત લોડ ખૂબ ઓછો હોય તો આ પ્રકારનું મીટર રેકૉર્ડ નહીં કરે. મતલબ કે, સૌથી નાનું ઉપકરણ ચાલુ કરશો તો મીટર પર ભાર નહીં આવે એટલે વૉટ દેખાશે નહીં. બસ ત્યારથી આ બલ્બ વૉટ વૉટનો બલ્બ કહેવાયો છે. એટલે આજની તારીખમાં આ બલ્બથી મીટર પર ભાર આવશે અને વૉટ પ્રમાણે લાઇટબિલ પણ આવશે.