ભાવનગરમાં કાર તણાતા જીવ જવાનો જ હતો! આર્મીના જવાનો દેવદૂત બન્યા, પોતાના જીવને દાવ પર લગાવી બચાવી લીધા

Lok Patrika Desk
By Lok Patrika Desk
army
Share this Article

ભાવનગ જિલ્લાના મહુવા તાલુકાના લોંગિયા અને કસાણ ગામ વચ્ચે આવેલા કોઝવેના ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ હતી. ગુંદરણ-ભગુડા જવા માટેના રસ્તે એક કોઝવે આવેલો છે. ત્યારે કસાણ ગામની પાસે બનાવેલા આ કોઝવેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું હતું.

army

સ્થાનિક માણસો કોઝવે પર કોઈને અવરજવર નહોતા કરવા દેતા. પરંતુ એક કારના ડ્રાઇવરે કોઝવે પર કાર હંકારી નાંખી હતી. આ કારમાં છ જેટલા લોકો સવાર હતા. કાર પાણીના પ્રવાહમાં નાંખતા જ થોડીવારમાં તણાવવા લાગી હતી અને બાદમાં કાર પાણીમાં પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે છ વ્યક્તિના જીવ તાળવે ચોંટી ગયા હતા.

army

ત્યારે ત્યાં જ બાજુમાં ઉભેલા વિશાલ ડોડીયા નામના આર્મીના જવાને પોતાનો જીવ જોખમમાં નાંખી ધસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ મારી કારની અંદર બેઠેલા 6એ 6 વ્યક્તિઓને બચાવી લીધા હતા.

army

આ પણ વાંચોઃ

પોરબંદરથી પાવાગઢ, જામનગરથી જુનાગઢ, દ્વારકાથી દીવ… આખું ગુજરાત રેલમછેલ, 11 લોકોના મોત, વરસાદે તબાહી મચાવી

3 કરોડ રૂપિયે એક કિલો! આ છે વિશ્વના સૌથી મોંઘા ટમેટાના બીજ, પાંચ કિલો સોના બરાબરની કિમત્તનું શું છે ખાસ કારણ

ગુજરાત સહિત આખા દેશમાં મેઘરાજા ફરી વળ્યા, દરેક રાજ્યમાં જળબંબાકાર, જાણો આજે ક્યાં ક્યાં મેઘો બરાબરનો મંડાશે

army

ત્યારબાદ મહુવા પ્રાંત અધિકારી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી ત્યારબાદ 108ને બોલાવી તમામ વ્યક્તિઓને સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 


Share this Article
TAGGED: , ,