રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આખરે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. જો કે પુતિન તરફથી માત્ર વિશેષ સૈન્ય કાર્યવાહીની જ વાત કરવામાં આવી રહી છે.
વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ માત્ર 5 મિનિટમાં જ યુક્રેન સળગી ઉટ્યુ હતુ. બ્લાસ્ટના એક પછી એક અવાજ સંભળાવા લગ્યા.
યુક્રેનની રાજધાની કિવમાં અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થયા જેની તસવીરો સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ રશિયાએ યુક્રેનની 12 જગ્યા પર બ્લાસ્ટ અને કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે.
હાલ યુક્રેનમાં માર્શલ લો લાગુ છે એટલે કે ત્યાંની કાયદો અને વ્યવસ્થા હવે સેનાએ પોતાના કબજામાં લઈ લીધી છે. કિવ એરપોર્ટ ખાલી કરાવવામાં આવી રહ્યું છે.
રશિયાએ કિવમાં પણ મિસાઈલ હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.