Ahmedabad News: હજુ તો 24 કલાક પહેલાની જ વાત છે કે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાંથી ગતરોજ ગાંજાના બે અલગ અલગ છોડ મળી આવ્યા હતા. જેની ઉંચાઈ 6.5 ફૂટ અને 5.5 ફૂટ હોવાનું સામે આવ્યું હતું. આ અંગેને સમાચાર પ્રકાશિત થતાં જ ગુજરાત યુનિવર્સિટીમાં FSL અને પોલીસની ટીમ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે આજે 20 દારૂની બોટલ મળતા ખળભળાટ મચી ગયો છે.
ગાંજાના છોડ બાદ દારૂની ખાલી બોટલો મળી આવતા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. તો રાજ્યમાં દારૂબંધીના દાવા પર ફરી એક વખત સવાલ ઉભા થયા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકની પાછળ ઘાસમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. હોસ્ટેલના D બ્લોકની પાછળ જ નહીં આગળથી પણ દારૂની ખાલી બોટલો ઉડેલી છે.
સના ખાન ક્યાં છે? નાગપુરથી જબલપુર ગયેલી ભાજપની મહિલા નેતા આટલા દિવસથી અચાનક ગુમ થતાં હંગામો મચી ગયો
ટામેટાંના વધતા ભાવ પાછળ કોનો છે આખો ખેલ? જાણો કેમ અચાનક ભાવ વધી ગયા, હક્કા બક્કા રહી જશો
સાવચેત જ રહો! વિશ્વ પર મંડરાઈ રહ્યો છે ખતરનાક કોરોનાના નવા સ્વરૂપનો ખતરો, ભારતમાં પહેલેથી જ હાજર છે
ખાસ વાત તો એ છે કે જ્યાંથી ગાંજાનો છોડ મળ્યો ત્યાંથી 20થી વધુ દારૂની ખાલી બોટલ મળી આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો પડ્યો છે અને યુનિવર્સિટીના મેનેજમેન્ટ આ બાબતથી સાવ અજાણ જ છે. ત્યારે તંત્ર પર અનેક સવાલ થઈ રહ્યા છે.